ઈન્ટરનેશનલ ડ્રગ્ઝ રેકેટનો પર્દાફાશ

0
790

ઈન્ટરનેશનલ ડ્રગ્ઝ રેકેટનો પર્દાફાશ : ભરૂચથી પોસ્ટ દ્વારા કેનેડા ડ્રગ્ઝ મોકલવાનુ નેટવર્ક ઝડપાયું

મનુબરમાં રહેતા અને આલ્ફા ઈન્ટરનેશનલ ફુરિયર એન્ડ પાર્સલ સર્વિસ ચલાવતો રીઝવાન કેનેડામાં તેના ભાઈ ઈમરાનને ડ્રગ્ઝ મોકલતો હતો

ભરૂચ એસ.ઓ.જી. પોલીસે ભરૂચથી ચાલતા આંતર રાષ્ટ્રીય ડ્રગ્ઝ રેકેટનો પર્દાફાશ કરી લાખો રૂપિયાની ડ્રગ્ઝની ટેબ્લેટ તેમજ કેપ્સ્યુલ સાથે બેની અટકાયત કરી છે. ભરૂચના મનુબર ખાતે રહેતા રીઝવાન ઈટવાલા ભરૂચમાં ફુરીયર સર્વિસ ચલાવવા સાથે કેનેડાના ટોરેન્ટોમાં રહેતા ભાઈ ઈમરાન સાથે સંપર્કમાં રહી ભરૂચથી કેનેડા ડ્રગ્ઝ મોકલતો હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસને મળતા કુરીયરમાં આવતા અને પોસ્ટમાંથી થતા પાર્સલ પર સતત મોનીટરીગ કર્યુ હતું. ત્યારે ભરૂચ લાલબજાર સ્થિત હેડ પોસ્ટ ઓફીસ ખાતે મનુબરનો જ રાહુલ નરસિંહ પરમાર કેનેડાનું પાર્સલ કરવા આવતા જ પોલીસે તેની પૂછપરછ કરતા આ પાર્સલ તેને મનુબરના જ રીઝવાન ઈંટવાળા એ મોકલ્યો હોવાનું તથા પાર્સલમાં શુ છે તે ખબર ન હોવાનુ કહ્યુ હતુ.ત્યાર બાદ રાહુલ પરમારને સાથે રાખી પોલીસે મનુબર ધસી જઈ રીઝવાનને દબોચી લઈ પૂછપરછ કરતા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું અને વધુ ડ્રગ્સ અંગે પૂછતાછ કરતા તેના મનુબર સ્થિત ઘરની પાણીની ટાંકીમાંથી વધુ ડ્રગ્સની ટેબ્લેટ અને કેપ્સુલનો જથ્થો મળ્યો હતો. જે જપ્ત કરવા સાથે એસ.ઓ.જી. પોલીસે રીઝવાનની પણ અટકાયત કરી પૂછતાછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મનુબરના રીઝવાન ઈટવાલા પાસે ફુરીયરમાં દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો આવતો હોવાનું અને તે પોસ્ટ દ્વારા પાર્સલમાં કેનેડાના ટોરન્ટો ખાતે રહેતા રીઝવાનના ભાઈ ઈમરાન ઇંટવાલાતે મોકલતો હોવાનું બહાર આવતા પોલીસ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે ડ્રગ્સના સેમ્પલની તપાસ માટે એફ.એસ.એલ.ની મદદ લઈ આ કયુ ડ્રગ્સ છે. તે માટેની તપાસ હાથ ધરી છે તે ઉપરાંત દિલ્હીથી કોણ આ ડ્રગ્સ સપ્લાય કરતુ હતુ. તેની પણ તપાસ પોલીસ ચલાવી રહી છે. આમ ભરૂચનું નામ પુન: એકવાર (ભૂતકાળના ઇસ્માઇલ ડેકા પ્રકરણ બાદ) ડ્રગ્સના ગુનાહીત પ્રકરણમાં ફરી ખુલ્યુ છે. ભરૂચના મનુબરમાં રહેતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કારોબારમાં પોલીસના હાથે ઝડપાવેલ રીઝવાન ઈંટવાલા શીફા, આબાદ નગર રોડ, ભરૂચ ખાતેના સબર પ્લાઝામાં આલ્ફા ઈન્ટરનેશનલ ફુરીયર એન્ડ પાસલ સર્વિસ ચલાવે છે. જ્યાંથી યુ.કે.સાઉથ આફ્રિકા, ઝાંબીયા, સહિતના વિદેશની પાર્સલ સર્વિસ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી પોસ્ટ વિભાગમાં પણ આ પ્રકરણ ના તાર જોડાયેલા હોય અને ક્યાંક ઓછું પડવાને કારણે આ બાતમી અપાઈ હોય તો નવાઈ નહીં બાકી
પોલીસ તપાસ માં શુ ખુલે છે અને કોણ કોણ આ પ્રકરણ માં જોડાયેલ છે તેતો સમય બતાવશે કેમકે આ સપ્લાય ના નાણાં ક્યા આંગડીયાથી આવતા તે પણ ગુન્હા નો મુખ્ય વિષય છે કેમકે ભરૂચ જિલ્લો હવાલકાંડ માં પણ સ્થાન ધરાવે છે તેવા બનાવ અગાઉ પોલીસે નોંધ્યા છે

રિપોર્ટ ધનંજય ઝવેરી
9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY