હિંમતનગર,તા.૧૫
રાજ્યમાં રાજકોટ નવસારી અને મહિસાગર બાદ અમદાવાદમા પણ મોબાઇલ ગેમ પબજી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ છતાં પણ લોકો જાણે આ ગેમ રમવાનું છોડી નથી શકતા. જેના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ પબજી રમનારાઓની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સાબરકાંઠાનાં હિમંતનગરમાં પબજી ગેમ રમતા ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં પબજી ગેમમાં ૧૮ કેસ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, અમે ગૂગલ પ્લે સ્ટોરને એક પત્ર લખ્યો છે કે, ‘ગુજરાતનાં આઈપી પરથી ગેમ ડાઉનલોડ ન થાય તેવું કંઇ કરવાની અપીલ કરી છે.’
જે પછી અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી શહેરમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જા કે શહેરના બોપલ, ઘુમા, ઓગણજ, શીલજ, લાંભા, સનાથલ, હાથીજણ જેવા વિસ્તારોમાં પબજી ગેમ રમવા પર કોઈ પ્રતિબંધ નથી.
આ ઉપરાંત અમદાવાદનો જ ભાગ ગણાતા લાંભા, હાથીજણ, બોપલ, ઘુમા, ઓગણજ, શીલજ જેવા વિસ્તારો અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવે છે. જેના કારણે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું આ વિસ્તારમાં લાગુ પડતું નથી. પબજી રમનારનાં મોબાઇલ પણ જપ્ત કરી લીધા હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





