ન્યુ દિલ્હી,તા.૫
કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૈલાસ માનસરોવર યાત્રાને લઇ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ ખુદ ટ્વીટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, ‘કોઇ પણ વ્યક્તિ ત્યારે કૈલાસ જાય છે, જ્યારે તેને તે બોલાવે છે. આ સૌભાગ્ય મેળવીને હું ખૂબ ખુશ છું અને આ ખૂબ જ સુંદર યાત્રા દરમ્યાન મેં શું જાયું, તે તમારી સાથે શેર કરીશ.
બીજી એક ટ્વીટમાં ઇશારા-ઇશારામાં સરકારને પણ શીખ આપતા રાહુલે માનસરોવર તળાવની તસવીર પોસ્ટ કરતાં કહ્યું, ‘માનસરોવર તળાવનું પાણી ખૂબ જ શાંત, સ્થિર અને કોમળ છે. તે બધું આપે જ છે અને કંઇ લેતું નથી. તેને કોઇપણ ગ્રહણ કરી શકે છે. અહીં કોઇ ધૃણા નથી. આથી ભારતમાં આ પાણીને પૂજાય છે.’
આપને જણાવી દઇએ કે આની પહેલાં રાહુલ ગાંધીની આ યાત્રાને લઇ વિવાદ ઉભો થયો હતો, જેમાં કહ્યું હતું કે યાત્રા દરમ્યાન રાહુલે નાનવેજ ભોજન કર્યું હતું. જા કે થોડીક વાર પછી કાઠમંડુની રેસ્ટોરાંએ સ્પષ્ટતા કરી હતી કે રાહુલે માત્ર ‘માત્ર શાકાહારી ભોજન’ જ કર્યું છે.
૩૧મી આૅગસ્ટ બાદ આ રાહુલ ગાંધીની પહેલી ટિ્વટર પોસ્ટ છે. ૩૧મી આૅગસ્ટના રોજ રાહુલ ગાંધીએ સંસ્કૃત શ્લોકની સાથે કૈલાસ પર્વતની તસવીર પોસ્ટ કરી છે. કાંગ્રેસ અધ્યક્ષની યાત્રા પહેલાં પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું, ‘શિવ ભકત કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવર યાત્રા માટે નીકળી ચૂકયા છે. તેઓ કૈલાસ પર્વતની પરિક્રમા કરશે. આ યાત્રામાં ૧૨-૧૫ દિવસ લાગશે, પરંતુ ,સુરક્ષાના લીધી રૂટની માહિતી આપી શકાશે નહીં.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



