સ્પામાં કામ કરતી યુવતીએ સ્પાની બહાર જ ઝેરી દવા ગટગટાવી

0
347

અમદાવાદ,
તા.૧/૪/૨૦૧૮

અમદાવાદના રામોલમાં એક યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવતીએ સ્પા માલિકનાં ત્રાસથી આપઘાતનો કર્યો હોવાનું તેણે જણાવ્યું છે. યુવતીને હાલ શારદાબેન હોસ્પટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે.

અમદાવાદના વસ્ત્રાલ પાસે એક યુવતીએ જાહેરમાં દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વસ્ત્રાલ ચાર રસ્તા પાસે પુષ્પક કોમ્પ્લેક્સમાં રે સ્પા નામનું સ્પા ચાલે છે. મોના પટેલ નામની યુવતી આ સ્પામાં કામ કરે છે, જેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મોના પટેલ છેલ્લા ઘણા સમયથી આ સ્પામાં કામ કરતી હતી. સ્પાના મલિક વિશાલ સિંહ ઝાલા સાથે મોનાનો પ્રેમ સંબંધ હોવાની વાત ચર્ચાઈ રહી હતી.

વિશાલસિંહ સાથેના પ્રેમમાં નિષ્ફળતાને કારણે યુવતી અપસેટ રહેતી હતી. આ બાદ સ્પામાં મોના શનિવારે સ્પામાં આવી હતી, અને સ્પામાં કામ કરતી બીજી યુવતી સાથે મારામારી કરી હતી. ત્યારબાદ મોના પટેલે સ્પાની બહાર જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

વિશાલસિંહ નામનો યુવાન ગૌ રક્ષક તરીકે પણ પોતાની ઓળખ આપે છે. યુવતીને સારવાર માટે હાલ શારદાબેન હોસ્પટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY