ભુજની કચ્છ મશાલ સેવા ટ્રસ્ટ દ્વારા આજે કચ્છી નવુ વર્ષ અષાઢીબીજ ના દિવસે નવતર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કચ્છ કે કચ્છ બહારથી સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓને તથા તેની સાથે આવતા ગરીબ તથા દિન દુઃખી લોકોને જઠરાગ્નિ ઠારવા તેમજ સેવા કરવાની ભાવના સાથે બારે માસ બે સમયે નિઃશુલ્ક ટિફિન સેવા ચાલુ કરાઈ છે આ સેવાનો લાભલેવા જરૂરતમંદ દર્દીઓને અપીલ કરાઈ છે અને ટ્રસ્ટના કાર્યકરો દ્વારા રોજ હોસ્પિટલમાં દર્દીઓની પુછાકરી તેમને ટિફિન પાર્સલ સેવા સ્થાનિકે પહોંચાડવામા આવશે આજે સવારના ૧૦ વાગ્યાના સમયે રસોડું ખુલ્લું મુકાયું હતું જેના ઓપનિંગ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના કોઠારી વિવેકમંગલસ્વામી,પરમમંગલ સ્વામી,સેન્ટ એન્ડ્રુઝ ચર્ચના ફાધર,કબીર મંદીર ના મહંત કિશોરદાસજી અને મૌલાના હાજી સલીમ બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા તો કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, ઈલિયાસ ઘાચી,ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા,હાજી નિશારભાઈ લોહર,હિતેશભાઈ સોની કચ્છ કેર ન્યૂઝ,ગફુર શેખ,કાસમશા સૈયદ,અખ્તરશા સૈયદ,મુસ્તફા બજાણીયા,સૌક્ત સમેજા,શંભુભાઈ જોષી,ઇકબાલ ખત્રી,માલશી માતંગ,આદમ લોહાર, રફીકબાવા,નૂરમામદ સમાં,ગુલામશા સૈયદ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી આ વિચારધારાને ખાસ બિરદાવી હતી ત્યારે કચ્છમાં પ્રથમ વખત આવું ઉમદા કાર્ય કરવાનું બીડું કચ્છ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ અલીમામદ હશનભાઈ સમાં દ્વારા ઝડપવામાં આવ્યું હતું ત્યારે સંસ્થાના કાર્યકરો હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ફુલ નહિ તો ફૂલની પાંખડી દ્વારા આ સેવાના ભગીરથ કાર્યમાં ફાળો આપી સેવાના કાર્યમાં સાથ સહકાર આપવા સાથે દાન અપાયેલ રકમની પાકી પહોંચ મેળવી લેવા જણાવ્યું હતું તો કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ અલીમામદ સમાં એ કર્યું હતું તો વ્યવસ્થા સાગર પુરબીયા,ઝહિર સમેજા,હનીફ જત,ગની અબડા, ભોગીલાલ વોરા એ કરી હતી અને આભાર વિધી જંગે એ ગુજરાત ન્યૂઝના કચ્છ બ્યુરોચીફ બિમલ માંકડ દ્વારા કરવામાં આવી હતી
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







