ટેરર ફાઇનાન્સંગ સામે લડવાના ૭૦ દેશોએ સોગંધ લીધા

0
48

પેરિસ,
તા.૨૮/૪/૨૦૧૮

ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાઇદા જેવાં ત્રાસવાદી જૂથોને ડામવા માટે ટેરર ફાઇનાન્સંગ સામે લડવાના ૭૦ દેશોએ પ્રણ લીધા હતા. પેરિસમાં યોજાયેલ આંતરરાષ્ટીય પરિષદમાં ત્રાસવાદને લગતા ચોક્કસ કાયદાના અભાવમાં પણ ત્રાસવાદને નાણાકીય મદદ કરનાર સામે સખતમાં સખત કાયદાકીય પગલાં લેવા વિશે સહમતી સધાઇ હતી.

લાંબા ગાળા માટે ત્રાસવાદના ભયને નાથવા માટે ફ્રાંસના પ્રમુખ એમેન્યુઅલ મેક્રોને બે દિવસની આ પરિષદનું આયોજન કર્યું હતું. આ પરિષદમાં યુએસ ટ્રેઝરી સચિવ સ્ટવન મુચીન, આઇએમએફના પ્રમુખ ક્રિસ્ટાઇન લેગાર્ડે, સઉદીના વિદેશ પ્રધાન અબ્દેલ અલ જુબેર અને કતારના વિદેશ પ્રધાન શેખ મોહંમદ બીન અબ્દુલરહમાન અલ થાની પણ હાજર રહ્યા હતા.

અમેરિકાની મુલાકાત લઇને આવેલા મેક્રોન આ પરિષદની પૂર્ણાહુતિ કરશે અને એ વખતે બધા દેશો સાથે મળીને ત્રાસવાદનો અંત લાવવામાં એકબીજાને મદદ કરશે એવી સહમતિ સધાવાની શક્યતા છે.

ઇન્ટરગવર્નમેન્ટ ફાઇનાન્સયલ એક્શન ટાસ્ક ફોર્સના એક્ઝક્યુટીવ સચિવ ડેનિયલ લેવિસે જણાવ્યું હતું કે જ્યારે આપણી પાસે કોઇ માહિતી હોય – દાખલા તરીકે સંયુક્ત રાષ્ટસંઘની ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડતા હોય એવા લોકો અને સંસ્થાની યાદી હોય તો એ લોકો કે સંસ્થાની સંપત્તિ પર ટાંચ મારવી જેવા પગલાં ત્વરિત અને સંપૂર્ણ રીતે લેવાવા જાઇએ.

આ પરિષદમાં ગુપ્ત માહિતીનું વધુ ઝડપથી આદાનપ્રદાન, બિનસરકારી તથા ચેરિટી સંસ્થાઓ મારફત જતાં નાણાંની માહિતીની આપલે વગેરે વિશે પણ સહમતી સધાઇ હતી.

નાણાકીય વ્યવહાર મામલે ફ્રાંસે આંતરરાષ્ટીય સહયોગ અને વધુ પારદર્શિતા વધારવા તરફ વિશ્ર્વનું ધ્યાન દોર્યું છે. ફ્રાંસે નોંધ્યું હતું કે આઇએસને જમીન પર હરાવવાથી અલ કાયદા સાથે અફઘાનિસ્તાન, મલયેશિયા, ફિલિપાઇન્સ, યમન, ઇજિપ્ત અને આફ્રિકાના કેટલાક દેશોમાં એમની ત્રાસવાદી પ્રવૃત્તિઓ બંધ નહોતી થઇ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY