મુંબઈ,તા.૧૦
અભિનેતા ઉપરાંત હવે ફિલ્મ નિર્માતા બનેલા ઇમરાન ખાને કહ્યું હતું કે બોલિવૂડના આંગણે પણ મી ટુ આંદોલને દસ્તક દીધી છે એ ખૂબ આનંદની વાત છે. વહેલું મોડું આવું બનવાનું જ હતું.
‘વિકાસ બહલના ગેરવર્તન વિશે તો સમગ્ર બોલિવૂડને લાંબા સમયથી જાણ હતી. પરંતુ કોણ પહેલ કરે છે એની વાટ જાવાતી હતી. તમે નહીં માનો, પરંતુ ઘણા સમયથી હું આ બધું જાઇ રહ્યો હતો અને મને વચ્ચે એક દિવસ આ અંગે બોલવાની ઇચ્છા જાગી હતી. પરંતુ મારા સ્વજનો અને શુભેચ્છકોએ મને વાર્યો હતો કે ઇમરાન પબ્લિસિટી માટે આવું બોલી રહ્યો છે એમ લોકો કહેશે એટલે તું મૂગો રહેજે. નહીંતર હું બોલી નાખવાનો હતો’ એમ ઇમરાન ખાને કહ્યું હતું.
એણે કહ્યું કે એ દિવસોમાં મારી ફિલ્મો સારી ચાલી નહોતી. બોક્સ આૅફિસ પર એને ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો એટલે હું બોલું તો વિના કારણે વગોવાઇ જાઉં એવું મારા સ્વજનોને લાગ્યું હતું એટલે મને બોલતાં વાર્યો હતો. મારી નજર સામે ગેરવર્તન થતું હતું પરંતુ હું બોલી શકતો નહોતો. હવે તમે જુઓ કે એક કરતાં વધુ અભિનેત્રીઓ આગળ આવી છે અને પોતાની સાથે થયેલા ગેરવર્તન અંગે બોલતી થઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



