વડોદરામાં પરપ્રાંતિયો પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો

0
10

વડોદરા,તા.૧૦
વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે પરપ્રાંતીયના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠામાં ૧૪ મહિનાની બાળકી પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય હોવાથી ગુજરાતમાં અલગ-અલગ જગ્યા પર પરપ્રાંતીય પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પરપ્રાંતીય પોતના વતન જવા હિજરત કરી રહ્યા છે.
ખોડીયાનગર ચાર રસ્તા પાસે છેલ્લા કેટલાક વર્ષોથી પરપ્રાંતીય લોકો ત્યાં વસવાટ કરે છે. આજે અસામાજિક ત¥વો દ્વારા તેમના રહેણાંક વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવતા તેઓમાં ગભરાટ ફેલાયો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી આવી ગયા હતા. ટોળાએ વાહનોની તોડફોડ પણ કરી હતી.
ડીસીપી સરોજ કુમારીએ બનાવની વિગત આપતા કીધું હતું કે પાણીપુરીવાળા જાડે ગ્રાહકની બોલાચાલી થતા ગ્રાહકે પાણીપુરીની લારી ઉંધી કરી દીધી હતી ત્યાર બાદ મામલો બીચકાંતા ટોળા સામ-સામે આવી જતા પથ્થરમારો થયો હતો. પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પરપ્રાંતીય પર હુમલા થાય છે એવી કોઈ ઘટના નથી બની. ટોળા એ કેટલાંક વાહનોની પણ તોડફોડ કરી છે. પોલીસે હાલ તો ૪ અસામાજિક તત્વોની અટકાયત કરી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે અને બનાવની તપાસ હાથ ધરી છે.
ખોડિયારનગરમાં બનેલ ઘટનાને પોલીસ પરપ્રાંતીય પર હુમલાને નકારી રહી છે તયારે સ્થાનિકોનું કહેવું છે કે અમે પરપ્રાંતીય હોવાથી સ્થાનિકો દ્વારા અમારા ઘર પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને અમારી ગાડીઓની તોડફોડ પણ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY