સુશાંત-શ્રધ્ધાની ફિલ્મ છિછોરેનો ફર્સ્ટ લૂક રિલિઝ

0
9

મુંબઈ,તા.૧૦
મોખરાના ફિલ્મ સર્જક નીતિશ તિવારીની આગામી ફિલ્મ છિછોરેનો ફર્સ્ટ લૂક સોમવારે સાંજે રિલિઝ કરાયો હતો. આ ફિલ્મમાં સુશાંત સિંઘ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સાથે ચમકી રહ્યાં છે.
અત્યાર અગાઉ નીતિશ તિવારીની દંગલે નવા વિક્રમો સર્જ્યા હતા. પરંપરાગત છતાં અલગ પ્રકારની માવજત સાથે ફિલ્મો બનાવવા માટે નીતિશ પંકાયેલા છે.
સોશ્યલ મિડિયા પર મુકેલા સંદેશામાં નીતિશે લખ્યું, દંગલ ફેમ ડાયરેક્ટર દ્વારા આવી રહી છે એેક સમયને પેલે પારની કથા કહેતી ફિલ્મ છિછોરે… ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને એનજીઇ મૂવીઝ એના પ્રસ્તુતકર્તા છે. સાજિદ નડિયાદવાલા એના નિર્માતા છે. ૨૦૧૯ના આૅગષ્ટની ૩૦મીએ આ ફિલ્મ રજૂ કરવાની સર્જકોની યોજના છે.
આ ફિલ્મ દ્વારા સુશાંત સિંઘ રાજપૂત અને શ્રદ્ધા કપૂર પહેલીવાર પરદા પર સાથે ચમકવાનાં છે. તાજેતરમાં શ્રદ્ધાની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ રજૂ થઇ ગઇ. હાલ એ બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો અને સાઇના નેહવાલની બાયો-ફિલ્મ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY