જો વિધાનસભાનો સમય વહેલો કરવામાં આવે તો ૧ વાગ્યે ડાયાબિટીસની દવા લઈ શકાય

0
75

ગાંધીનગર,તા.૮/૩/૨૦૧૮

ધારાસભ્યોની રજૂઆત,ડાયાબિટીસના કારણે વિધાનસભાનો સમય બદલો

જો માણસ સ્વસ્થ હોય તો સંપત્તિ પણ તેની સામે ઝાંખી પડે, કહેવત છે ને કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. પરંતુ આપણા ધારાસભ્યોનું સ્વાસ્થ્ય લથડેલું રહે છે. જેને લઈને હવે ગુજરાત વિધાનસભાનો ૧૨ વાગ્યાનો સમય ૧૧ વાગ્યાનો કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.

સમય બદલવાની આ હિલચાલ પાછળ ડાયાબિટીસ સહિતના રોગથી પીડાતા કેટલાક ધારાસભ્યો છે. આ મામલે ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ અને બંને પક્ષના દંડકને મૌખિક રજૂઆત કરી હતી. ધારાસભ્યોની રજૂઆતને પગલે અધ્યક્ષ અને બંને પક્ષના દંડક પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.

ડાયાબિટીસ અને બીજી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પીડાતા ધારાસભ્યોની રજૂઆત હતી કે, વિધાનસભાનો સમય ૧૨ વાગ્યાનો હોવાથી ૨.૩૦ વાગ્યે રિસેસ પડે છે. જેને કારણે કેટલાક રોગમાં ચોક્કસ સમયે દવા લેવામાં તકલીફ પડે છે, ખાસ કરીને ડાયાબિટીસમાં બપોરે ૧ વાગ્યે દવા લેવાનો સામાન્ય સમય હોય છે. પરંતુ તે સમયે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોવાથી તકલીફ પડી રહી છે, ત્યારે જા વિધાનસભાનો સમય વહેલો કરવામાં આવે તો ૧ વાગ્યે દવા લઈ શકાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY