અમદાવાદ : હળવા વરસાદી છાંટા, વરસાદી વાદળો રહ્યા

0
10

અમદાવાદ, તા.૨૬
અમદાવાદ શહેરમાં હળવા વરસાદી છાંટા પડવાનો સિલસિલો આજે પણ જારી રહ્યો હતો. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧.૧ અને લઘુત્તમ તાપમાન ૨૫.૧ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં હળવા વરસાદી છાંટાનો દોર જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં ગંદગીને લઇને પણ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કેટલાક વિસ્તરામાં કાદવ કીચડ પણ જાવા મળે છે. લોકો છેલ્લા કેટલાક દિવસથી વરસાદને લઇને ઉત્સુક બનેલા હતા. હળવા વરસાદી ઝાપટા જારી રહી શકે છે. વાતાવરણમાં હાલ ઠંડક જાવા મળી રહી છે. થોડાક દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર તોફાની વરસાદ તૂટી પડયા બાદ મેઘરાજાએ સહેજ વિરામ લઇ સવારથી અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘમહેર વરસાવવાનું ચાલુ કર્યું હતું. બીજીબાજુ, શહેરમાં વરસાદી માહોલને લઇ ટ્રાફિક ચક્કાજામની સ્થતિ વચ્ચે જાહેર માર્ગો પર ભુવા અને ખાડાઓ પડવાની સમસ્યા ચાલુ રહેવા પામી હતી.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના હળવાથી છાંટાથી રસ્તાઓ ભીના થયા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ થયો છે પરંતુ એકંદરે વરસાદમાં બ્રેકની સ્થતિ રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY