દિલ્હી મેટ્રોમાં ટેક્નિકલ ખામી સર્જાતા સેવા પ્રભાવિત

0
19

ન્યુ દિલ્હી,તા.૨૩
દિલ્હીની જીવાદોર ગણાતી મેટ્રો રેલ સેવામાં આજે સવારે ટેક્નિકલ ખામી સર્જાતા સેવા પ્રભાવિત થઈ હતી. બ્લુ લાઈન તેમજ રેડ લાઈનમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા સવારે બે રૂટ પર સેવા પ્રભાવિત થઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દ્વારકા-નોઈડા સિટી સેન્ટર લાઈન પર પ્રગતિ મેદાન પાસે ટ્રેનના દરવાજા ખુલવામાં તકલીફ પડી રહી હોવાનું જણાયું હતું. દ્વારકા તરફના રૂટ પર દોડતી મેટ્રોમાં આ પ્રકારની તકનિકી ક્ષતિ સામે આવી હતી. આ ઉપરાંત રેડ લાઈન જે દિલશાદ ગાર્ડનને રિઠલાથી જોડે છે તેમાં પણ ક્ષતિ જણાઈ હતી. રેડ લાઈનમાં ટ્રેન નિર્ધારિત સ્પીડ પકડી શકતી નહતી. સવારે ૮.૩૦ કલાકે સીલામપુર સ્ટેશન પાસે આ ખામી જણાઈ હતી જેને પગલે ટ્રેનને શહાદ્રા સ્ટેશન સુધી મર્યાદિત ઝડપે દોડાવવામાં આવી હતી. જો કે બાદમાં તેને સેવામાંથી પરત ખેંચી લેવાઈ હતી. અધિકારીએ બાદમાં જણાવ્યું હતું કે હવે બન્ને રૂટ પર સેવા પુનઃ સામાન્ય થઈ છે.
આ અગાઉ ૨૧ ઓગસ્ટના પણ ટેક્નિકલ ખામીને પગલે બ્લુ લાઈન મેટ્રો સેવા ૩૦ મિનિટ સુધી ખોરંભાઈ હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY