આઇપીએલ-૧૧ના પરિણામ

0
147

(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી,તા. ૨૬
કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આવતીકાલે ઇન્ડીયન પ્રિમિયર લીગમાં મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ પોતાના દેખાવને સુધારી દેવા માટે સજ્જ છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે હજુ સુધી છ મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત અને ત્રણમાં હાર મળી છે. તેના છ પોઇન્ટ રહેલા છે. બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સની ટીમ છ મેચોમાં એકમાં જીત અને પાંચમાં હાર સાથે સૌથી છેલ્લા સ્થાન પર છે. આઇપીએલ-૧૧માં આ વખતે હજુ સુધી રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ રહ્યા છે.
¨ સાતમી એપ્રિલના દિવસે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપરે મુંબઇ ઇન્ડીયન્સ પર એક વિકેટે જીત મેળવી લીધી હતી. આ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી
¨ આઠમી એપ્રિલના દિવસે રમાયેલી બીજી મેચમાં દિલ્હી ડેરવેવિલ્સ પર કિગ્સ ઇલેવન પંજાબે મોહાલીમાં જીત મેળવી હતી. આ જીત છ વિકેટથી રહી હતી.
¨ આઠમી એપ્રિલના દિવસે રમાયેલી ત્રીજી મેચમાં કોલકત્તામાં બેંગલોર પર નાઇટ રાઇડર્સે ચાર વિકેટે જીત મેળવી હતી
¨ નવમી એપ્રિલના દિવસે રમાયેલી ચોથી મેચમાં હૈદરાબાદ ખાતે સનરાઇઝે રાજસ્થાન રોયલ્સ પર નવ વિકેટે જીત મેળવી લીધી હતી
¨ દસમી એપ્રિલના દિવસે રમાયેલી પાંચમી મેચમાં ચેન્નાઇ ખાતે કોલકત્તા પર ચેન્નાઇએ પાંચ વિકેટે જીત મેળવી હતી
¨ ૧૧મી એપ્રિલના દિવસે જયપુરમાં દિલ્હી પર રાજસ્થાને ૧૦ રને જીત મેળવી હતી
¨ ૧૨મી એપ્રિલના દિવસે સાતમી મેચમાં હૈદરાબાદ ખાતે મુંબઇ પર સનરાઇઝે એક વિકેટે જીત મેળવી લીધી હતી
¨ ૧૩મી એપ્રિલના દિવસે રમાયેલી આઠમી મેચમાં પંજાબ પર બેંગલોરે ચાર વિકેટે શાનદાર જીત મેળવી લીધી હતી
¨ ૧૪મી એપ્રિલના દિવસે રમાયેલી નવમી મેચમાં મુંબઇ ખાતે મુંબઇ પર દિલ્હીએ સાત વિકેટે જીત મેળવી લીધી હતી
¨ ૧૪મી એપ્રિલના દિવસે કોલકત્તામાં રમાયેલી દસમી મેચમાં કોલકત્તા પર સનરાઇઝે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી
¨ ૧૫મી એપ્રિલના દિવસે બેંગ્લોરમાં રમાયેલી ૧૧મી મેચમાં બેંગલોર પર રાજસ્થાને ૧૯ રને જીત મેળવી હતી
¨ ૧૫મી એપ્રિલના દિવસે મોહાલીમાં રમાયેલી ૧૨મી મેચમાં પંજાબે ચેન્નાઇ પર ચાર રન જીત મેળવી લીધી હતી
¨ ૧૬મી એપ્રિલના દિવસે કોલકત્તામાં દિલ્હી પર ૧૩મી મેચમાં કોલકત્તાએ ૭૧ રને જીત મેળવી લીધી હતી
¨ ૧૭મી એપ્રિલના દિવસે ૧૪મી મેચમાં મુંબઇમાં મુંબઇએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર ૪૬ રને જીત મેળવી લીધી હતી
¨ ૧૮મી એપ્રિલના દિવસે ૧૫મી મેચમાં જયપુરમાં કોલકાતાએ રાજસ્થાન રોયલ્સ પર સાત વિકેટે જીત મેળવી લીધી હતી
¨ ૧૯મી એપ્રિલના દિવસે ૧૬મી મેચમાં પુણેમાં કિંગ્સ ઇલેવન પંજાબની સનરાઇઝ હૈદરાબાદ પર ૧૫ રને જીત મેળવી લીધી હતી
¨ ૨૦મી એપ્રિલના દિવસે ૧૭મી મેચમાં કોલકાતામાં ચેન્નાઈ સુપર કિંગ્સની રાજસ્થાન રોયલ્સ ઉપર ૬૪ રને જીત મેળવી લીધી હતી
¨ ૨૧મી એપ્રિલના દિવસે ૧૮મી મેચમાં કોલકાતામાં કોલકાતા સામે પંજાબની નવ વિકેટે જીત
¨ ૨૧મી એપ્રિલના દિવસે ૧૯મી મેચમાં બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સની દિલ્હી ઉપર છ વિકેટે જીત
¨ ૨૨મી એપ્રિલના દિવસે હૈદરાબાદમાં સનરાઇઝ પર ચેન્નાઇ સુપરની ચાર રને જીત થઇ
¨ ૨૨મી એપ્રિલના દિવસે જયપુરમાં મુંબઇ પર રાજસ્થાનની ત્રણ વિકેટે જીત થઇ
¨ ૨૩મી એપ્રિલના દિવસે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હીમાં દિલ્હી ડેરડેવિલ્સ પર માત્ર ચાર રને રોમાંચક જીત મેળવી લીધી હતી
¨ ૨૪મી એપ્રિલના દિવસે મુંબઇમાં આઇપીએલની ૨૩મી મેચમાં સનરાઇઝે મુંબઇ પર ૩૧ રને રોમાંચક જીત મેળવી હતી
¨ ૨૫મી એપ્રિલના દિવસે બેંગલોરમાં ૨૪મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર પાંચ વિકેટે જીત

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY