આઈપીએલ: પોઈન્ટ ટેબલ

0
136

(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી, તા. ૨૬
કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આવતીકાલે ઇન્ડીયન પ્રિમિયર લીગમાં મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ પોતાના દેખાવને સુધારી દેવા માટે સજ્જ છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે હજુ સુધી છ મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત અને ત્રણમાં હાર મળી છે. તેના છ પોઇન્ટ રહેલા છે. બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સની ટીમ છ મેચોમાં એકમાં જીત અને પાંચમાં હાર સાથે સૌથી છેલ્લા સ્થાન પર છે. દિલ્હી સામે પોતાની છેલ્લી મેચમાં કોલકત્તાએ ૧૬મી એપ્રિલના દિવસે ૭૧ રને જીત મેળવી હતી. આવતીકાલની મેચમાં પણ કોલકત્તા ફેવરીટ તરીકે રહેનાર છે. પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ શાનદાર દેખાવ સાથે ફરી પ્રથમ સ્થાન પર છે. તેની એકમાત્ર મેચમાં હાર થઇ છે. બાકીની તમામ પાંચ મેચો જીતી છે. ચેન્નાઇએ છેલ્લી મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગ્લોર પર જીત મેળવી હતી. પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.
ટીમ મેચ જીત હાર પોઈન્ટ રનરેટ
ચેન્નાઈ સુપર કિંગ્સ ૬ ૫ ૧ ૧૦ ૦.૬૬૨
કિંગ્સ ઇલેવન પંજાબ ૬ ૫ ૧ ૧૦ ૦.૩૯૪
સનરાઈઝ હૈદરાબાદ ૬ ૪ ૨ ૮ ૦.૪૯૨
કોલકાતા નાઇટ રાઇડર્સ ૬ ૩ ૩ ૬ ૦.૫૭૨
રાજસ્થાન રોયલ્સ ૬ ૩ ૩ ૬ -૦.૮૦૧
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૬ ૨ ૪ ૪ -૦.૪૪૬
મુંબઇ ઇન્ડીયન્સ ૬ ૧ ૫ ૨ ૦.૦૦૮
દિલ્હી ડેરડેવિલ્સ ૬ ૧ ૫ ૨ -૧.૦૯૭
આભાર – નિહારીકા રવિયા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY