લીંબડી આર.આર. હોસ્પિટલ ખાતે નિસુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

0
37

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી ના જન્મ દિવસ તેમજ તેઓના ૬૮ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે લિંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં સર્વરોગ નિશુલ્ક નિદાન કેમ્પમાં લિંબડી શહેર અને તાલુકl વિસ્તાર ના લગભગ ૫૦૦ થી વધારે દર્દી ઓને સારવાર આપવામાં આવી હતી આ નિદાન કેમ્પ માં જરૂરિયાત મંદ દર્દી ઓને મફત દવાનું વિતરણ તેમજ લેબોરેટરી ની સુવિધા, એક્સ રે ની સુવિધા,મફત આપવામાં આવી હતી, તેમજ હોસ્પિટલ ના તમામ સ્ટાફ તથા હાજર શહેરી જનોએ સ્વચ્છતા જાળવવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા, તેમજ દાખલ દર્દી ઓને લિંબડી શહેર ભાજપના કાર્યકરો તરફથી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું, આ કેમ્પ માં નિષ્ણાત તજજ્ઞ ડો ડી કે પરમાર બીપી, ડાયાબિટસ, હૃદય રોગ નિષ્ણાત, ડો વેસેટીયન આંખ ના સર્જન, ડો કે. એફ. વાળા લેબોરેટરી વિભાગ, ડો ડી કે જોશી ડેન્ટલ સર્જન, ડો જીતેન્દ્ર મકવાણા આયુર્વેદ, ડો મુદગલ જનરલ સર્જન દ્વારા મફત તપાસ કરી આપવામાં આવી હતી, તથા એન સી ડી વિભાગ ના અશ્વિન ડોરિયા દ્વારા દર્દી ઓને વિવિધ પ્રકારના રોગો વિશે માહિતીગાર કરેલ અને તેઓને માહિતી માટેનું કેટલોગ આપવામાં આવ્યું હતું આ કેમ્પ ને સફળ બનાવવા ડો ડી. કે. પરમાર અધિક્ષક શ્રી તથા આર.આર. હોસ્પિટલ ના તમામ સ્ટાફ સહિતે જહેમત ઊઠાવી હતી. હર્દય રોગ ઓપીડી ૧૧૦, આંખ ઓપીડી ૧૦૨, દાંત ઓપીડી ૫૬, લેબોરેટરી ટેસ્ટ ૯૮, બાળકોનું ઓપીડી ૨૧ સહિત દર્દીઓએનું નીદાન કરવામાં આવ્યું હતું.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY