લખનઉ,તા.૨૫
ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા તાજ મહેલની દેખરેખ યોગ્ય રીતે કરવામાં આવતી નથી તેવી ફરીયાદ પર સુપ્રીમ કોર્ટમાં એક વિઝન ડોકયુમેંટ રજૂ કરવામાં આવ્યું છે. મંગળવારે રજૂ કરવામાં આવેલા આ ડોકયુમેંટમાં આગ્રાની આજુબાજુનાં વિસ્તારમાં પ્રદુષણ ઘટાડવા માટેની તથા પ્લાસ્ટીક બેનની વાત કરવામાં આવી છે.
યુપી સરકારે આ શપથપત્રમાં જણાવ્યું છે કે અન્ય ઐતિહાસિક સ્થળોની જેમ તાજ મહેલને પણ ‘એડોપ્ટ અ હેરિટેજ સ્કીમ’ હેઠળ લાવી શકે છે. આ સ્કીમ હેઠળ કોઈપણ જાહેર અથવા ખાનગી કંપનીને તાજ મહેલની દેખરેખ અને સાફ-સૂફીની જવાબદારી સોંપી શકાય છે.લગભગ ૨૫૦ પાનાનાં આ ડોકયુમેંટ રજૂ કરતા યુપી સરકારનાં એડિશનલ એડવોકેટ જનરલ ઐશ્વર્ય ભાટીએ તાજ મહેલ, આગ્રા અને આજુબાજુનાં વિસ્તારોમાં પ્રદુષણ ઘટાડવા વિશે રાજ્ય સરકારના પ્રયત્નોની પણ ચર્ચા કરી હતી.
સરકારે આ સૂચન ૧૦,૪૦૦ ચોરસ કિમી. ક્ષેત્રફળનાં આગ્રા શહેર અને તાજ ટ્રેપિઝિયમ ઝોન માટે આપ્યું છે. આ વિસ્તારમાં તાજ મહેલ, આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિક્રી સાથે લગભગ ૪૦થી વઘારે ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. સરકારનાં આ વિઝન ડોકયુમેંટમાં જણાવવામાં આવ્યું છે કે ‘સંરક્ષિત ઐતિહાસિક સ્થળો અને આજુબાજુના વિસ્તારોને’ એડોપ્ટ અ હેરિટેજ સ્કીમ ‘હેઠળ લાવવામાં આવે જેથી આ વિસ્તારની નાગરીક સુવિધાઓમાં સુધારો થઈ શકે. સરકારે જણાવ્યું છે કે આ બાબતે બધા જ વિભાગોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે આ સિવાય સરકાર આ બાબતે દિલ્હી સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેકચરની પણ સલાહ લઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


