સુરત,તા.૧૮
શહેરોમાં બની રહેલા આગના બનાવો વચ્ચે સુરતમાં વધુ એક આગનો બનાવ નોંધાયો છે. સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા મધુરમ પ્લાઝામાં બપોરે આગ લાગી હતી. ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢ્યા હતા.
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા મધુરમ પ્લાઝામાં બનેલી ઘટનાને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ૩ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. ત્રણ માળની આ બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ હતી.
આ વિશે મળતી માહિતી અનુસાર, સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા મધુરમ પ્લાઝામાં લાગેલી આગ ધીમે ધીમે વિકરાળ રૂપ ઘારણ કરી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આગ ઉપર કાબુ લેવા માટે ફાયરબ્રિગેડની વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી. સદ્દનસીબે આગના બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





