નાંદોદના પાટણા ગામે ઘર જમાઇ રહેતા પતિ દ્વારા પત્નીને મારઝુડ કરાતા ,181 ની ટીમ મદદે દોડી

0
160

ઘર જમાઈ રહેતા પતિ દ્વારા પત્ની પર વ્હેમ રાખી અવારનવાર મારઝુડ કરાતી હોય પત્નીએ આખરે 181 હેલ્પલાઇન ની મદદ માંગતા સમાધાન.

18 વર્ષ ના લગ્ન જીવનમાં ત્રણ બાળકો સાથે પત્નીના ઘરે ઘરજમાઈ તરીકે રહી વ્હેમ રાખતા પતિનું હેલ્પલાઇન ની ટીમે કાઉન્સિલિંગ કરી ઘરેલુ હિંસા માં થતી સજા બાબતે માહિતી આપતા મામલો થાળે પડ્યો.

રાજપીપલા :
નાંદોદ તાલુકાના પાટણા ગામે રહેતા એક આદિવાસી પરિવાર ની મહિલા શાંતિબેન(નામ બદલ્યું છે )ના લગ્ન નજીકના એક ગામ ના અશોકભાઈ સાથે 18 વર્ષ પેહલા થયા લવણ લગ્ન બાદ અશોક શાંતિબેન સાથે ઘર જમાઈ તરીકે રહેતો હતો 18 વર્ષના લગ્ન જીવન માં તેમને ત્રણ બાળકો છે અને મજૂરીકામ કરી પરિવાર ચલાવતા આ લોકો નું જીવન સુખુ દુઃખે પસાર થતું હતું પરંતુ પતિ અશોક વારંવાર શાંતિબેન પર વ્હેમ રાખી મારઝુડ કરતો હોય નાના બાળકો સાથે શું કરવું તેની સમાજ ન પડતા અને પતિના શક ના કારણે હેરાન થતી શાંતિબેને આખરે ગતરોજ રાજપીપલા સ્તિથ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ માંગી જેમાં હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન ત્યાં ગયા બાદ શાંતિબેન ની હકીકત જાણી તેના પતિ અશોક નું કાઉન્સિલિંગ કરી પત્ની પર ખોટો વ્હેમ રાખી મારઝુડ ન કરવી તેમ સમજાવી ઘરેલુ હિંસા ના કાયદા મુજબ ગુનો બને તે બાબતની માહિતી આપી સમજાવતા આખરે અશોકે તેની ભૂલ સ્વીકારી  હવે પછી આમ ન કરવા ખાતરી આપતા હેલ્પલાઇન ની મદદ થી સુખદ સમાધાન કરાયું હતું .
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY