બાપુની પ્રતિમાને પ્રણામ કરી અલ્પેશ ઠાકોર દ્વારા ઉપવાસ

0
14

અમદાવાદ, તા.૧૧
સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવના ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બન્યા હતા. જેમાં ઠાકોર સેનાના પર આરોપ લાગ્યો હતો. પરપ્રાંતીયો અને ઠાકોર સેના વચ્ચે સદભાવ વધે તેમ જ પ્રેમ અને ભાઇચારાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્યથી આજે ઠાકોર સેનાના નેતા અને રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર ઉતર્યા હતા. પરપ્રાંતીયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારો વધારવાના પ્રયાસના ભાગરૂપે આજે ગાંધી આશ્રમ ખાતે સમર્થકો સાથે અલ્પેશ ઠાકોરે બાપૂની પ્રતિમાને પ્રણામ કરીને એક દિવસીય સદભાવના ઉપવાસ યોજયા હતા. ગાંધી આશ્રમમાં બાપૂના દર્શન બાદ અલ્પેશ ઠાકોર રાણીપ સ્થિત સદભાવના ઉપવાસ સ્થળે પહોંચીને એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.ગુજરાતમાં એક દિવસના સદભાવના ઉપવાસ યોજયા બાદ દેશના દરેક રાજયમાં એક એક દિવસ માટે અલ્પેશ સદભાવના ઉપવાસ કરશે. તે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી સહિતના પરપ્રાંતીય પલાયન કરીને જતાં રહ્યા છે તેવા રાજ્યોમાં પણ ઉપવાસ કરવાનો છે. ઉપવાસમાં તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિનકુમારને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. જા કે, તેઓએ અલ્પેશના સદ્‌ભાવના ઉપવાસમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હિંમતનગરના ઢુંઢર ગામની એક ૧૪ માસની બાળક પર પરપ્રાંતી યુવાને દુષ્કર્મ આચર્યું હતું. ગણતરીના દિવસો બાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના જિલ્લામાં રાજ્યના ૯ જિલ્લામાં પરપ્રાંતીયોને માર મારવા અને લૂંટી લેવાના બનાવો બન્યા હતા.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY