ઈસ્લામાબાદ કોર્ટનો નવાઝ શરીફ અને દીકરીને છોડવા આદેશ

0
25

ઈસ્લામાબાદ,તા.૧૯
ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ બહાર આવશે. ઇસ્લામાબાદ હાઇકોર્ટે તેમની જેલની સજા સસ્પેન્ડ કરી નાખી છે. કોર્ટે આ ચૂકાદો શરીફ પરિવારની અરજી પર આપ્યો છે, જેમાં તેમણે ભ્રષ્ટાચારના કેસમાં ફટકારવામાં આવેલી સજાને પડકારી હતી.
પાકિસ્તાનની કોર્ટે ૬ જુલાઇના રોજ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને દસ વર્ષની અને તેમની દિકરી મરિયન તથા જમાઇ કેપ્ટન મોહમ્મદ સફદને સાત વર્ષની સજા સંભળાવી હતી. ત્યાર બાદથી તેઓ જેલમાં બંધ છે.
તેમના પર આરોપ છે કે ૧૯૯૦માં બંને ભ્રષ્ટાચાર આદરી લંડનમાં વૈભવી મિલકતો ખરીદી હતી. કોર્ટના આ નિર્ણયથી તેમની મુક્તીનો માર્ગ મોકળો થઇ ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY