મુસાફર તેનું બાળક ભૂલી ગયો છે, અમે પરત ફરી શકીએ?’ પાયલટનો ઓડિયો વાયરલ

0
30

જેદ્દાહ,તા.૧૨
જેદ્દાહના કિંગ અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક વિમાને ઉડાન ભર્યાના થોડી જ મિનિટોમાં પરત ફરવું પડ્યું હતું. વિમાનમાં મુસાફરી કરી રહેલી એક માતા તેના બાળકને વેઇટિંગ લોંઝમાં જ ભૂલી ગઈ હતી. આ વાતની જાણ થતાં મહિલાએ વિમાનને ક્રૂને વિમાન પરત લેવાની વિનંતી કરી હતી. સામાન્ય રીતે કોઈ મોટી ઇમરજન્સીના કેસમાં વિમાનને પરત બોલાવવામાં આવતું હોય છે અથવા પાયલટ લેન્ડિંગ માટેની મંજૂરી માંગતો હોય છે. પરંતુ એક માતા એરપોર્ટ પર પોતાના બાળક ભૂલી ગયાનું જાણીને એરપોર્ટનો સ્ટાફ પણ અવાક રહી ગયો હતો.
ફ્લાઇટ નંબર જીફ૮૩૨ના પાયલટનો એર ટ્રાફિક કંટ્રોલર સાથેની વાતચીતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, “એક મુસાફર વેઇટિંગ એરિયામાં પોતાનું બેબી ભૂલી ગયો હોવાથી અમે પરત આવવાની મંજૂરી માંગીએ છીએ. શું અમે પરત આવી શકીએ?” પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલરની વાતચીતનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાયલટની આવી વાત સાંભળ્યા બાદ ટ્રાફિક કંટ્રોલર તેના એક સાથી સાથે પ્રોટોકોલ અંગે વાત કરી રહ્યો છે. બાદમાં તે પાયલટને ફરીથી પ્લેનને લેન્ડ કરવા માટેનું કારણ પૂછે છે.
જે બાદ પાયલટ કહે છે કે, “અમે તમને પહેલા જણાવી ચુકિયા છીએ કે એક મુસાફર ટર્મિનલ પર તેનું બેબી ભૂલી ગયો છે, તે મુસાફરી કરવાનો ઇન્કાર કરી રહ્યો છે અને પરત ફરવા માંગે છે. અહેવાલ પ્રમાણે આ ફ્લાઇટ જેદ્દાહથી કુઆલાલુમ્પુર ખાતે જઈ રહી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY