ઇડીએ આતંકી હાફિઝ સઇદના ફાઇનાન્સરનો ગુરુગ્રામમાં આવેલો ભવ્ય વિલા ટાંચમાં લીધો..!!

0
52

ન્યુ દિલ્હી,તા.૧૨
પાકિસ્તાનમાં બેસીને ભારત વિરૂધ્ધ ઝેર ઓકનારા આતંકવાદીઓના આકા હાફિઝ સઈદનુ દિલ્હીનુ કનેક્શન બહાર આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે હાફિઝ સઈદ ૨૦૦૮ના મુંબઈ હુમલાનો પણ માસ્ટરમાઈન્ડ છે.
ઈડી દ્વારા દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં એક ભવ્ય વિલા ટાંચમાં લેવામાં આવ્યો છે. ઈડીના સૂત્રોના કહેવા પ્રમાણે આ વિલા સઈદના ફાઈનાન્સર મનાતા કાશ્મીરી વ્યાપારી જહુર અહેમદ શાહે ખરીદ્યો હતો. શાહને ગયા વર્ષે એનઆઈએ દ્વારા આતંકવાદીઓના ફંડિંગના મામલામાં પકડવામાં આવ્યો હતો.
ઈડીનુ માનવુ છે કે આ વિલા ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશનના પૈસાથી ખરીદવામાં આવ્યો હતો. આ સંગઠન પાકિસ્તાનમાં હાફિઝ સઈદ ચલાવે છે. તપાસ એજન્સીઓનુ માનવુ છે કે આ વિલા ખરીદવા માટે પાકિસ્તાનમાંથી વાયા સાઉદી અરબ થઈને પૈસા પહોંચ્યા હતા.
ઈડીનુ માનવુ છે કે આ રીતે ૨૪ બેનામી પ્રોપર્ટી ઉભી કરવામાં આવી છે. જહુર અહેમદ શાહ થકી અલગ અલગ જગ્યાએ હાફિઝના પૈસાનુ રોકાણ કરવામાં આવ્યુ છે. આ માટે ઈડીએ બેંક એકાઉન્ટની વિગતો પણ એકઠી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY