પાંડેસરામાં મોબાઈલ લૂંટવા સંચા કારીગરને ચપ્પુના ઘા મારી દેવાયા

0
371

પીઢના ભાગે ચપ્પુના ઘા ઝીંકતા હોસ્પિટલમાં કારીગરની હાલત ગંભીર
સુરત, તા. ૨૫
પાંડેસરા સંકટ મોચન હનુમાન મંદિર પાસેથી આજે સવારે સવા સાત વાગ્યાના સુમારે પગપાળા પસાર થઈ રહેલ સંચા કારીગરને ચપ્પુ મારી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ થયો હતો. મોબાઈલ લૂંટવાનો પ્રયાસ હતો. ઘાયલ કારીગરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પાંડેસરા સ્થિત સંકટ મોચન હનુમાન મંદિર પાસેથી એક રાહદારી પસાર થઈ રહ્ના હતો. મૂળ બિહારનો વતની સત્યેન્દ્ર સંચા કારખાનામાં નોકરીએ પગપાળા જતો હતો તે દરમિયાન સ્કૂટી પર આવેલા બે અજાણ્યા યુવાનોએ કલ કયુ મેરે ભાઈ કો મારા થા તેમ કહી ગાળાગાળ કરવા લાગ્યા સ્કૂટીના પાછળ બેસેલ યુવાન દ્વારા ચપ્પુ બતાવી સત્યેન્દ્ર પાસેથી મોબાઈલની માગ કરી હતી. સત્યેન્દ્રએ મોબાઈલ ન આપતા તેની પીઠના ભાગે ચપ્પુ મારી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
સત્યેન્દ્ર દ્વારા બૂમાબૂમ કરતા સ્કૂટી સવાર નાસી ગયા હતા. ટોળા દ્વારા સત્યેન્દ્ર લોહીલુહાણ હાલતમાં જાઈ ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮માં સત્યેન્દ્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે બે અજાણ્યા સ્કૂટી સવાર ઈસમો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY