જોરહાટ,તા.૧૧
આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ આક્ષેપ કર્યો છે કે મતદાનના દિવસે પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. જારહાટમાં આસામની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ મિસ્ટર ગોગોઈએ આ ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં મતોની માગણી કરી હતી તે એમસીસીનું ઉલ્લંઘન છે તેમ તેમણે જણાવ્યું હતું.
મોદી આવતીકાલે પ્રચાર કરી શકતા હતા કારણ કે કાલે કોઈ ચૂંટણી યોજવામાં આવી નથી. શહીદોના નામે મત માંગવા તે પણ સંહિતાનું આડકતરી રીતે ઉલ્લંઘન છે. શહીદો આપણા છે ભાજપના નથી, તેમ ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
ભાજપે રાજ્યમાં તેના પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે કેમ તે અંગે પૂછવામાં આવતા પીઢ કોંગ્રેસના નેતાએ કહ્યું, હા, નહીં તો વડાપ્રધાન વારંવાર અહીં શા માટે આવે. મોદી પોતાને દેશના ‘ચોકીદાર’ ગણાવે છે. ગોગોઇએ કહ્યું કે દેશના નાણાં લૂંટનારા લોકો પાસેથી તેઓ પૈસા પરત કેમ લેતા નથી. રાજ્યમાં જ્યારે વિકાસ અને પ્રગતિની જરૂરિયાત છે તો બીજેપી માત્ર અચ્છે દિન વિશે વાત કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




