રાજપીપળા કસ્બાવાડમાં થયેલી 1.80 લાખ ની ચોરી ના અન્ય બે મદદગારો પણ પોલીસ ના સકંજામાં

0
88

પોલીસે ગણતરી ના કલાકો માં ચોર પુત્ર ને પકડી લઘભગ 1.20 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો ત્યારબાદ એને મદદ કરનાર અન્ય બે વડોદરા ના યુવાનો ની પણ અટક કરી હતી

રાજપીપળાા: રાજપીપળાના કસ્બાવાડ માં રહેતા મુસ્લિમ પરિવાર ના ઘર માં પુત્રએજ પિતાના ઘરમાં ચોરી કરી હોવાની શંકા જતા પોલીસ ફરિયાદ થઈ હતી જેમાં ફરિયાદ આપનાર પિતા અબ્દુલ હમિદ રાઠોડે આપેલી ફરિયાદ મુજબ ગત તારીખ 5 જુલાઈ ના રોજ એમના ઘર નું તાળું અને નકુુચો તોડી ઘરમાં મુકેલી કોઠી તથા તિજોરીમાંથી સોનાનો હાર સાત તોલાનો જેની કિંમત 1.75 લાખ તેમજ પાંચ હજાર રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા 1.80 લાખના મુદ્દાામાલ ની ચોરી થઈ હતી જોકે અબ્દુલભાઇ રાઠોડે આ બાબતે 9 જુલાઈ એ ફરિયાદ આપ્યા બાદ ચોરી ની શંકા એમના પુત્ર આરીફ રાઠોડ પર હોવાનું જણાવતા રાજપીપળા ટાઉન પી આઈ આર એસ તાવીયાડ એ ફરિયાદ ના ગણતરીના ક્લાકમાંજ ચોરી કરનાર પુત્ર આરીફ ને પકડી રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ મુદ્દામાલ રિકવર કર્યા બાદ પૂછપરછ કરતા બાકીનો મુદ્દામાલ રિકવર કરવા અને આરીફ ને મદદ કરનાર અન્ય બે યુવાનો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા

જેમાં ટાઉન પી આઈ તાવીયાડ સાથે અ.હે.કો અશોકભાક ભગુભાઇ,અ.હે.કો વિજયભાઈ ગુલાબસિંગ,અ.હે.કો પ્રદીપભાઈ અમરસિંગ, અ.હે.કો ધવલકુમાર વાડીલાલ અને અ.પો.કો નવલસિંહ સૂરતસંગ ની ટીમે આ બાબતે તપાસ કરી ફરિયાદી અબ્દુલ રાઠોડ ના પુત્ર આરીફ ને મદદ કરનાર વડોદરા મકરપુરાના સાકીરઅલી ઉર્ફે સરજોન કૌસરઅલી પઠાણ તેમજ કમાટીપુરાના સાજીદ ઉર્ફે નોટ સઈદખાન શેખ ને પણ પકડી પાડ્યા હતા .

વડોદરા ના આ બે યુવાનો ને પકડવા માટે વડોદરા મુખ્ય એસ ટી ડેપો ના સુરક્ષા અધિકારી જગદીશ પટેલ ની મદદ થી ત્યાંના સી સી ટી વી ફૂટેજ ના આધારે આ બંને યુવાનો ને શોધવામાં સફળતા મળી હતી જયારે બાકીના મુદ્દામાલ ની રિકવરી માટે પોલીસ રિમાન્ડ ની માંગ કરશે આ જાણવા મળ્યું હતું.

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY