વીજ પોલ સાથે બાઈક અથડાતાં યુવકનું મોત નીપજ્યું

0
27

જુનાગઢ,તા.૨૯
ઊના તાલુકાના એલમપુર ગામનો યુવાન રાત્રીના સમયે પોતાના ઘરે બાઈક પર જતો હતો. એ વખતે અચાનક વીજ પોલમાં ધડાકા ભેર અથડાતા ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજેલ હતું. એલમપુર ગામે રહેતા વિજયભાઈ બાલુભાઈ ચાવડા (ઉંમર-૨૧) રાત્રીના સમયે બાઈક પર પોતાના ઘરે જતા હતા. એ વખતે એલમપુર રોડ પર આવેલા એક વીજ પોલ સાથે બાઈક ધડાકા ભેર અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને બાઈકનો બુકડો બોલી ગયો હતો.
આ અકસ્માત સર્જાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.રાત્રીના સમયે રસ્તા પરથી પસાર થતાં લોકોએ તાત્કાલિક સારવાર માટે ઊના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતુ. આમ યુવાનનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY