કેનાલની પાઈપલાઈનના ફિટિંગ સમયે ભેખડ ઘસી પડતા ૨ના મોત

0
4

બનાસકાંઠા,તા.૨૯
બનાસકાંઠામાં થરાદના નાગલા ગામ પાસે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નું કામકાજ ચાલી રહ્યું છે. આ કામકાજ દરમિયાન મજૂરો દ્વારા જેસીબી મશીન દ્વારા ખાડા ખોદવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન મોડી રાત્રે અચાનક ભેખડ ધસતા બે મજૂરો દટાઈ ગયા હતા.
આ ઘટના બનતા જ અન્ય કામ કરતા મજૂરો અને આજુબાજુના લોકોએ દોડી આવી ને દટાયેલ મજૂરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આઠ ફૂટ થી વધુ ઊંડાઈ વાળા ખાડામાં દબાઈ જતાં અને શ્વાસ રૂંધાઇ જતાં ખેતપુરી ગોસ્વામી અને રમેશ જશી નામના બન્ને મજુરોના કરૂણ મોત નીપજ્યા હતા.
આ બનાવની જાણ થતાં જ સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને મૃતકો ની લાશ બહાર કાઢી પીએમ અર્થે ખસેડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY