આવતી કાલે રજુ થશે રેલવે બજેટઃ મુસાફરો માટે થશે મોટી જાહેરાત

0
8

ન્યુ દિલ્હી,તા.૩૧
વર્તમાન કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ આવતીકાલે સંસદમાં રજૂ કરાશે. કેન્દ્રીય બજેટ સાથે જ રેલવે બજેટ પણ પેશ કરાશે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આ વખતે બજેટમાં સરકાર રેલવે માટે ૭૦ હજાર થી ૭૫ હજાર કરોડ રૂપિયા ફાળવે તેવી શક્્યતા છે. ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮નાં બજેટમાં સરકારે રેલવેને ૫૫૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા.
દર વર્ષે ભારતીય રેલવેની નાણાંકિય સ્થિતિ(આવક, જાવક, ખર્ચ, નફો-ખોટ)નો ચિતાર રજુ કરવામાં આવે છે. જેને રેવે બજેટ કહે છે. દર વખતે આર્થિક બજેટ અને રેલવે બજેટ અલગ અલગ રજુ કરવામાં આવતું. પરંતુ ભારત સરકારે ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬નાં રોજ નિર્ણય કર્યો કે હવેથી રેલવે બજેટને સામાન્ય બજેટની સાથએ જ રજુ કરાશે. આ સાથેજ ૯૨ વર્ષથી ચાલા આવતી રેલ બેજેટની પરંપરાને સરકારે સમાપ્ત કરી દીધી. ૧ ફેબ્રુઆરી ૨૦૧૭માં ભારતનું પ્રથમ સંયુક્ત બજેટ વર્ષ ૨૦૧૭-૧૮ માટે પાર્લામેન્ટમાં રજુ કરાયું હતું.
આ વખતે રેલવે બજેટમાં હાઈસ્પીડ ટ્રેન અને સેમી હાઈસ્પીડ ટ્રેન માટે જાહેરાત થઈ શકે છે.આ સિવાય મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ વધારવાની વાત સામે આવી છે. ગત વર્ષે બજેટમાં ટ્રેનની સરેરાશ ઝડપ વધારવાની જે જાહેરાત કરવામાં આવી હતી.તે દિશામાં શું કામગિરી થઈ તેનાં વિશે પણ વિગતવાર જાહેરાત થઈ શકે છે.
સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે રેલવેનાં અલગ અલગ રૂટ્‌સનાં વિદ્યુતિકરણ માટે ઝડપી કામ ચાલી રહ્યું છે. ટ્રેનની સ્પીડ વધારવાની સાથે સાથે ટ્રેનને સુચારૂ રૂપે ચલાવવા માટે તેમજ એડવાન્સ સંચાલનની દિશામાં નક્કર ફાયદો મળશે.
રેલવેની આર્થિક સ્થિતિ સારી નથી. રેલવેનો ઓપરેટીંગ રેશિયો ૧૧૮ ટકાની આસપાસ છે. જેનો મતલબ છે કે ૧૦૦ રૂપિયા કમાવવા માટે ભારતીય રેલવે ૧૧૮ રૂપિયાનો ખર્ચ કરે છે. છેલ્લા ઘણાં સમયથી આ સ્થિતિ રેલવે માં જાવા મળે છે. જેથી કરીને રેલવેનાં ઓપરેટિંગ રેશિયોમાં સુધારો કરવા માટે આ વખતે બજેટમાં સરકાર કડક નિર્ણય લઈ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY