ટ્રકની ટક્કરે કારમાં ભડકો, ચાલક આગમાં જીવતો ભૂંજાયો

0
1

જુનાગઢ,તા.૨૯
વંથલી-જૂનાગઢ વચ્ચે મધરાત્રે ૨ઃ૩૦થી ૩ વાગ્યા આસપાસ કાર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં કાર ચાલક કારમાં જ ભડથું થઈ ગયો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરનો ધર્મેશભાઈ રણછોડભાઈ સોલંકી નામનો યુવાન વેરાવળમાં કોન્ટ્રાક્ટ ઉપર મિસ્ત્રી કામ કરે છે. તે ૧૦ દિવસથી વેરાવળ કામ માટે આવ્યો હતો. તેણે પોતાના મિત્રને કહ્યું હતું કે, પિતાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોઇ તાકીદે જામનગર જવું પડે એમ છે. આથી તે મિત્રની કાર નં. જીજે ૩૨બી ૦૦૧૭ લઇને જામનગર જવા નિકળ્યો હતો. ત્યારે આ અકસ્માત થયો હતો.
ઘટનાની વિગત અનુસાર વંથલીથી આગળ કોયલી ફાટક પાસે સામેથી આવેલા કન્ટેનર ટ્રેલર નં. જીજે ૨૫ટી ૫૩૭૮ સાથે યુવકની કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત બાદ કારના બોનેટની બેટરીમાંથી તણખા ઝરતાં પેટ્રોલની નળીઓમાંથી નિકળેલા પેટ્રોલે આગ પકડી લીધી હતી અને જાતજાતામાં આખી કાર અગનગોળો બની ગઇ હતી. આગે ટેન્કરની કેબિનને પણ ઝપટમાં લઇ લીધી હતી. આ બનાવમાં અકસ્માતને પગલે એસટી બસમાંથી ઉતરી આવેલા લોકો આવી જતા ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. એસટી બસમાંથી ઉતરી આવેલા લોકો ધર્મેશને બહાર કાઢે એ પહેલાં જ તે કારમાં ભડથું થઇ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY