પત્ની પર શંકા રાખી મારમારી કરતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

0
12

અંબાજી,તા.૨૮
પોસીના તાલુકાના દેલવાડા ખાતે પ્રથમિક આયોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર લાજવંતીબેન મહાવત ફરજ બજાવે છે. તેમણે પોતાના ડોક્ટર પતિ ચંદ્રપ્રકાશ મકવાણા સામે અંબાજી પોલીસમાં પતિ સાથે અનબન રહેતા ઝઘડો કરી મારામારી કરવા બાબતેને ખોટી ધાકધમકી આપવા બાબતે ફરિયાદ આપી કરી છે. ડરી ગયેલા ડોક્ટર લાજવંતીબેને પોતાના પ્રોટેક્શન માટેની માંગ કરી છે.
જાકે ડોક્ટર લાજવંતીબેન પોતાના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા પોતાના પતિથી છેલ્લા દોઢ એક માસથી અલગ રહેતા હોવાની વાત પોતાની ફરિયાદમાં કરી છે. પોતાના ૨૮ વર્ષના લગ્નગાળા દરમિયાન પોતાને બે દીકરી અને એક દીકરો છે. જેને લઇ ડોક્ટર પત્ની પોતાના ડોક્ટર પતિથી અલગ રહે છે. તેનીના ઉપર પતિ દ્વારા શંકા રાખી ઝગડો કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે.
જોકે હાલમાં આ ડોક્ટર દંપતી સાબરકાંઠાના પોસીના તાલુકામાં પોતાની ફરજા બજાવે છે અને રાજસ્થાનના આબુરોડ ખાતે રહે છે. આ તકરાર અંબાજી ખાતે થતા અંબાજીના જૂના નાકે થતા આ ફરિયાદ અંબાજી પોલીસસ્ટેશનમાં નોંધવા પામી છે. જેને લઈ પોલીસે ડોક્ટર પતિ ચંદ્રપ્રકાશની ધરપકડ કરી સી આર પી સી ની કલમ ૧૦૭,૧૧૬ (૩) મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY