માંગરોળ તાલુકાના ચોટીલી વીરડી ગામે નારણભાઇ ભલુભાઇ ચાવડા રહે. ચોટીલી વીરડી તા.માંગરોળના પોતાની માલિકીની જમીન સ.નં. ૧૪/૨ માટે નાયબ કાર્યપાલક ઇજનેર જુનાગઢના તા.૧૩-૬-૨૦૧૮ના હુકમથી ચોટીલી વીરડી ગામના તળાવમાંથી માટી કાંપ ઉપાડવાની પરવાનગી અન્વયે નીકળેલી બોકસાઇટ ખનીજ ૧૫૮૬ મે.ટન પોતાની માલીકીની જમીનમાં ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગર સંગ્રહ કરતા ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ જૂનાગઢના તપાસ અન્વયે નિયમો મુજબ રૂ.૧૧૪૧૯૨૦ની દંડનીય વસુલાત તેમજ પર્યાવરણ વળતર પેટે રૂ.૨,૩૯,૮૦૩ની વસુલાત કરવામાં આવેલ છે તેમ ભુસ્તરશાસ્ત્રી જૂનાગઢ દ્વારા જણાવાયું છે.
બ્યુરો ચીફ.જૂનાગઢ
અખલાક એહમદ ભાભા
જૂનાગઢ જિલ્લો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


