જૂનાગઢ : જિલ્લામાં આવેલ ચોરવાડ, માંગરોળ મરીન, શીલ ખાતેથી વહાણ/બોટો દરીયામાં માચ્છીમારી માટે જાય છે. અને મોટાભાગની વસ્તી માચ્છીમારીના ધંધા સાથે સંકળાયેલ છે. ગત તા. ૨૯-૧૧-૧૩નાં રોજ મુંદ્રા બંદરથી નૈશાદ ઈશા થૈમ તથા જુસબ સુલેમાન જાફરાબાદી રહે બન્ને મોટા સલાયા તા. માંડવીવાળાની માલીકીનું વહાણ MCV સલાયા ઓમાન જવા ખાંડનો જથ્થો ભરીને ૧૨ ક્રુમેમ્બરો સહિત રવાના થયેલ હતુ. મુંદ્રા બંદરેથી નીકળ્યા બાદ તા. ૨-૧-૨૦૧૪ના રોજ વહાણનું સોમાલીયન ચાચીયાઓએ અપહરણ કરેલ પરંતુ આ વહાણ ગુમ થવા સંબંધે તેના માલીકે કોઇ એજન્સીને કે સરકારી તંત્રને જાણ કરી નોંધ કરાવેલ ના હતી. આ એક રાષ્ટ્રીય સલામતીને સ્પર્શતી ગંભીર ઘટના છે. વહાણ ગુમ રહ્યુ હોય તે સમયગાળા દરમ્યાન વહાણ કે વહાણનાં ક્રુમેમ્બરનો રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં ઉપયોગ થયો હોય તે બાબત નકારી શકાય નહીં. આવી ઘટનાઓ અટકી શકે તે માટે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવેલ વહાણ/બોટ માલીકે જ્યારે પોતાનું વહાણ/બોટ વાતાવરણીય કારણસર /સાંચીયાઓ દ્વારા અપહરણ થવાનાં કારણસર કે અન્ય કોઇપણ કારણોસર વહાણ/બોટ ગુમ થાય કે વહાણ/બોટ સાથેનો તેના માલીકનો સંપર્ક નિશ્વીત સમયગાળા બાદ ના થતો હોય તો તે બાબતોની જાણ સંબંધિત તમામ સરકારી એજન્સીને ફરજીયાત કરવા જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ ફોજદારી કાર્યરીતીઅધિનીયમ ૧૯૭૩ (૧૯૭૪નાનં-૨)ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ આદેશ ફરમાવેલ છે. આદેશ મુજબ વહાણ બોટ માલીકોએ સાત કોલમમાં વિગતો રજુ કરવી ફરજીયાત છે. જેમાં પ્રથમ ક્રમ, બીજા કોલમમાં વહાણ બોટનું નામ તથા નંબર, ત્રીજા કોલમમાં વહાણ બોટ માલીકનું નામ તથા સરનામુ તથા સંપર્ક નંબર,ચોથા કોલમમાં વહાણ/બોટમાં રવાના થયેલ ટંડલ ખલાસીઓનાં નામ તથા સરનામાની વિગતો, પાંચમાં કોલમમાં વહાણ/બોટ રવાનાં થયાની તારીખ સમય અને સ્થળ, છઠ્ઠા કોલમમાં વહાણ/બોટ પરત આવવાની સંભવીત તારીખ, સાતમાં કોલમમાં અન્ય જરૂરી વિગતો સાથે સરકારી તંત્ર અને સંબંધિત એજન્સીને જાણકારી આપવી ફરજીયાત છે. હુકમનો ભંગ ભારતીય દંડ સંહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.
બ્યુરો ચીફ.જૂનાગઢ
અખલાક એહમદ ભાભા
જૂનાગઢ જિલ્લો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


