જૌનપુર,તા.૮
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તરપ્રદેશના જાનપુરમાં રામ મંદિર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપનું માનવું છે અહિં જલ્દીથી ભવ્ય રામ મંદિર બને તે માટે ભાજપે સંકલ્પ કર્યો છે અને અમે તે કોઈપણ પરિસ્થિતિમાં પુરૂ કરીશું.
આ દરમિયાન શાહે વિપક્ષી પાર્ટીઓ ઉપર પણ પ્રહારો કર્યા હતાં. શાહે કહ્યું કે, દેવગૌડા લખનઉ કોઈ ફર્ક પડયો? મમતા દીદી કાશી તો શું કોઈ ફર્ક પડશે ખરો? ચંદ્રબાબુ મિર્જાપુર આવશે કે સ્ટાલિન જૌનપુરમાં સભા કરશે તો શું કોઈ ફર્ક પડશે ખરો? ભાજપનાં બધા જ પાર્ટી મેમ્બરો પોતાપોતાના રાજ્યમાં ચૂંટણી જીતીને ૨૦૧૪માં સત્તામાં આવ્યાં છે.
આ પહેલા અમિત શાહે અલીગઢમાં પણ કહ્યું હતું કે, ભાજપનો મત સાફ છે કે રામ મંદિર અયોધ્યામાં જ બનશે. SP,BSP અને કોંગ્રેસે પોતાના એજન્ડાઓ ક્લીયર કરવા જાઈએ કે તેઓ રામમંદિર બનાવા માગે છે કે નહિ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



