તિલકવાડા તાલુકાના વોરા ગામે કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ઘૂસી જતા લાખોના પાકને નુકશાન 

0
20

તંત્રને જાણ હોવા છતાં બે દિવસ બાદ પણ કોઈજ પગલાં લેવાયા નથી, ખેડૂઓમાં આક્રોશ

હજારો એકર ખેતીમાં જુવારના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા

રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વોરા ગામની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોનાં ખેતરમાં પાણી ફરી વળતાં જુવારના પાકને ભારે નુકશાન થયુ છે. તેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા તાલુકાના છેવાડાના વોરા ગામે કેનાલમાં ભંગાણ પડતા ખેૂતોનાં ખેતરમાં પાણી ગરકાવ થયું હોય આ બાબતની તંત્રને જાણ કરવા છતાં શનિવારે બપોર સુધી પણ તંત્ર દ્વારા કોઈજ પગલાં ન લેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કેનાલમાં ગાબડાનાં કારણે સૌથી વધુ જુવારના ાકને ારે નુકસાન થયુ છે. ત્યારે જાણવા મળ્યા મુજબ આ બાબતે સિંચાઈ વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવા બે દિવસ વીતી જવા છતાં પણ તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં નથી આવી આ તરફ કેનાલોમા વારંવાર આવી તકલીફ ઉભી થાય છે અને મોટા ભાગે કેનાલો તુટી ગઇ છે જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળે છે. ત્યારે આ બાબતે ખેડૂતો એ સિંચાઈ વિભાગમાં ઘણીવાર કેનાલોની યોગ્ય મરામત માટે રજૂઆતો કરી છે પણ આજદિન સુધી કોઇ અધિકારી અહીંયા ભારવા આવ્યા નથી જેના કારણે ખેડૂતોના કિંમતી પાકને વારંવાર નુકશાન થાય છે હાલમાં ખેતરમાં જવાના રસ્તાઓ પર પણ પાણી ભરાઇ જતા ખેડૂતો ખેતરમાં પણ ન જઇ શકે તેવી પરિસ્થિતિ છે. સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયા કેનાલો માટે ફાળવવામાં આવે છે.પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગત ના કારણે માત્ર કાગળ પર રીપેરેસન કે અન્ય કામગીરી બતાવવામાં આવે છે પરંતુ હકીકતમાં ત્યાં કોઈજ કામ થતા નથી જેના કારણે ધરતીપુત્રોના કિંમતી પાકને નુકશાન થાય છે અને આખરે દેવામાં ડૂબેલા ખેડૂતો આત્મહત્યા જેવા પગલાં ભરે છે.

બોક્ષ: અધિકારીઓને ફોન કરતા અધ્ધર જવાબ આપે છે : રિયાઝ રાઠોડ, ખેડૂત, ( વોરાગામ )

વોરા ગામના ખેડૂત રિયાઝભાઈ રાઠોડે જણાવ્યું કે અમારા ખેતરોમાં બે દિવસથી પાણી ફરી વળાં જુવારના પાકને ભારે નુકસાન થયુ છે. તંત્રના અધિકારીઓને ફોન કરીએ છે તો અધ્ધર જવાબ મળે છે જો અમારી કેનાલોનું યોગ્ય કામ નહીં થાય તો ન છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવું પડશે માટે વહેલી તકે તંત્ર દ્વારા કેનાલોનું સમારકામ કરાય તેવી ખેડૂતોની માગ છે.

બોક્ષ : કેનાલમાં કોઈ ગાબડું પડ્યું નથી : આર સી પંચાલ 

આ બાબતે વોરા તરફનો કેનાલનો ચાર્જ સંભાળતા નર્મદા સિંચાઈ વિભાગના ચાર્જ કારકુન આર સી પંચાલે જણાવ્યું કે વોરા ગામ તરફ ખેડૂતોના અંદરોઅંદર ના ઝગડાના કારણે અમુક લોકો કેનાલો પર પાળિયા બનાવી દઈ આગળ પાણી જતું અટકાવે છે જેના કારણે પાણી બહાર વહેતુ જોવા મળે છે બાકી ત્યાં કોઈ ગાબડું નથી પડ્યું મને આજે જ અધિકારીએ આ બાબતે જાણ કરી છે હજુ હું ત્યાં ગયો નથી પણ કોઈ ગાબડું કે ભંગાણ નહિ હોય આ તરફ હું એકલોજ ફરજ પર છું મારી પાસે 15 ગામડા એન્ડ 6 માઈનર કેનાલનો ચાર્જ હોય હું ત્યાં જોવા હજુ જઈ શક્યો નથી .

★ પંચાલની વાત કંઈક વિચિત્ર લાગી કેમકે ફરિયાદ આવ્યા બાદ હજુ એ સ્થળ પર ગયા નથી છતાં એમ જણાવે છે કે ત્યાં ગાબડું નથી ફક્ત અંદરોઅંદર ની માથાકુમા પાણી ભાર આવ્યું છે ત્યારે આવો જવાબ વગર જોયે એ કઈ રીતે આપી શકે …?!

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY