પ્રેમમાં દગો મળતા યુવકે કરી આત્મહત્યા

0
9

પોરબંદર,તા.૨૮
પોરબંદર નજીકના આદિત્યાણા ગામે યુવતીના ગળાડૂબ પ્રેમમાં રહેલા યુવાન સાથે યુવતીએ બેવફાઈ કરી હોવાનું જણાતા નાસીપાસ બનેલા આ યુવાને બે પાનાની સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ હતી.
આદિત્યાણાના નવા વણકરવાસમાં રહેતા વિપુલ સોમાભાઈ મારું નામના યુવાને તેના ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા રાણાવાવ પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પંચનામું કર્યું હતું.
ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેનાર યુવાને મારતા પહેલા બે પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં ‘મારી મોતનું કારણ તું જ સે, તે મને પ્રેમમાં ફસાવીને દગો દીધો સે’ તેવું એક યુવતીના નામજાગ લખ્યું હતું. એટલું જ નહી પરંતુ એ યુવતીના પરિવારજનોને પણ બન્નેના પ્રેમ પ્રકરણની જાણ હતી અને લગ્ન પણ કરાવી દેવાના હતા અને બન્ને હર્ષદ ફરવા પણ ગયા હતા. પરંતુ તેમ છતાં આ યુવતી કોઈ બીજા સાથે ફોન ઉપર વાતો કરતી હતી એટલું જ નહીં પરંતુ આ યુવતીએ વિશ્વાસઘાત કરીને આ યુવાનને દવા પણ પીવડાવી દીધાનું સુસાઈડ નોટમાં જણાવ્યું હતું. હોસ્ટેલમાં રહેતી તે યુવતીએ બેવફાઈ કરી હોવાનું જણાતા વિપુલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે.
બે પાનાની સુસાઈડ નોટ કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મોબાઈલના કોલ ડીટેઈલ્સ સહિત સુસાઈડ નોટમાં જે યુવતીનું નામ લખવામાં આવ્યું છે. તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY