ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સુચના તેમજ એલ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ.જે.એન.ઝાલા તથા પેરોલ સ્કોર્ડ ના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ.એ.એસ.ચૌહાણ નાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લા મિલ્કત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી ભરૂચ શહેર એ.
ડીવીઝન પો.સ્ટે. કલમ- ૪૦૬,૪૨૦ મુજબના ગુનાના કામનો નાસતો
ફરતો આરોપી ચિરાગભાઈ પ્રવિણભાઈ ઠકકર ઉ.વ.આ.૩૪, રહે.ભાડભુત તા.જી.ભરૂચ હાલરહે.અમીરગઢ ચાંદની ચોક તા. અમીરગઢ જી.બનાસકાંઠા નાને અમીરગઢ મુકામેથી પુર્વ બાતમી
આધારે મળી આવતાં આરોપીને અત્રે ભરૂચ એલ.સી.બી.ની ઓફીસે લઈ આવી આરોપીને ગુના સબંધે પુંછપરછ કરતાં ઉપરોકત ગુનાની કબુલાત કરતાં આરોપીને તા.૩૦/૦૧/૨૦૧૯ ના કલાક-૧૮/૩૦ વાગે સી.આર.પી..સી. કલમ- ૪૧(૧) આઈ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર એ. ડીવીઝન પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સારૂ સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




