મહિલા કબડ્ડીમાં ભારતીય ટીમે સિલ્વર જીતી સંતોષ માન્યો

0
71

જાકાર્તા,તા.૨૪
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ભારતીય ટીમનો ઈરાન સામે પરાજય થયો છે. ઈરાને આ મેચ ૨૭-૨૫થી જીતી લીધી છે. આ વખતે ભારતીય ટીમે સિલ્વરથી જ સંતોષ માનવો પડશે.
ભારતીય મહિલા ટીમ એશિયન ગેમ્સમાં છેલ્લા બે વર્ષથી ગોલ્ડ મેડલ જીતતી આવી છે. પરંતુ આ વખતે ભારતે માત્ર સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડશે. મહિલા ઉપરાંત પુરૂષોની ટીમને પણ સેમીફાઈનલમાં ઈરાને પરાજય આપ્યો છે. એશિયન ગેમ્સમાં આ પહેલો પ્રસંગ છે કે, ભારતની પુરૂષ અને મહિલા બંને ટીમોને ઈરાનના હાથે પરાજય મળ્યો હોય.
ભારતીય ખેલાડીઓએ પહેલા રાઉંડમાં સારૂ પ્રદર્શન કર્યું. પહેલો રાઉંડ પુરો થયો ત્યાં સુધી ભારતીય ટીમે ૧૩-૧૧થી આગળ હતી. તે સમયે એવું લાગી રહ્યું હતું કે, ભારતીય મહિલા ટીમ ઈરાન સામે પુરૂષોની હારનો બદલો વાળશે. પરંતુ બીજા રાઉંડમાં તો આખુ ચિત્ર જ બદલાઈ ગયું.
મેચનો ટ‹નગ પોઈંટ તો ત્યારે આવ્યો જ્યારે ઈરાને ભારતને ઓલઆઉટ કર્યું. ઓલઆઉટ પહેલા બંને ટીમ ૧૩-૧૩ની બરાબરી પર હતી. ભારતને ઓલઆઉટ કરી ઈરાનને ૧૪ અંક બોનસમાં મળ્યાં અને તેણે ૪ અંકની સરસાઈ હાંસ કરી લીધી. તમામ પ્રયાસો બાદ પણ ભારત ઈરાનની સરસાર સર ના કરી શક્્યું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY