જાકાર્તા,તા.૨૪
ઈન્ડોનેશિયામાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં રોઈંગની રમતમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપનાવનાર ખેલાડી દુષ્યંત કુમારની તબિયત લથડતા તેને સ્ટ્રેચરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.
રોઈંગમાં લાઈટ વેઈટ સ્કલ્સ સ્પર્ધામાં ભારત માટે મેડલ જિત્યા બાદ મેડલ સેરેમની પુરી થયા બાદ દુષ્યંતને તકલીફ થઈ હતી. મનાય છે કે તે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન હતો.એ પછી તેને સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યો હતો.
૨૦૧૪ની એશિયન ગેમ્સમાં પણ દુષ્યંતે ભારતને આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જાકે આ વખતે તેણે ૨૦૧૪ કરતા વધારે સારા ટાઈમિંગ સાથે રેસ પુરી કરી છે. ગત એશિયન ગેમ્પસમાં તેણે આ રેસ ૭ મિનિટ અને ૨૬.૨૭ અને આ વખતે ૭ મિનિટ અને ૧૨.૮૬ સેકન્ડમાં રેસ પુરી કરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




