બે બાઈક એક રિક્ષા અને ૧૩ મોબાઈલ ફોન પણ કબજે લેવાયા
કડોદરા, તા.૮
પલસાણા તાલુકાના તાતીથૈયામાંથી ïબાતમીના આધારે સ્ટેટ ગાંધીનગર મોનીટરિંગ સેલ પોલીસ ટીમે તાતીથૈયામાં નહેર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં આંકડાનો જુગાર રમતા ૧૩ જુગારીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી સાધન સામગ્રી મળી કુલ ૨,૫૭,૬૬૫નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય ગાંધીનગર સ્ટેટ પોલીસના માણસો પલસાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે તાતીથૈયામાં નહેર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જુગાર રમતા અને રમાડતા જયેશભાઈ મોહનભાઈ ડેગડા રહે. કામરેજ, અમરસિંહ છોટુભાઈ વસાવા રહે. બારડોલી, સુરેશભાઈ લાલસિંગભાઈ ચૌધરી રહે. અમરોલી, ભગવાનભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે. સુરત, રાયસિંગ નરસિંહભાઈ ચૌધરી રહે. ગોડાદરા, શૈલેષભાઈ ગણપતભાઈ મૈસૂરીયા રહે. ચલથાણ, ચીમનભાઈ કાદીયાભાઈ ચૌધરી રહે. કડોદરા, કાળુભાઈ છનાભાઈ રાઠોડ રહે. કડોદરા, મૈનુરા યુનુસ પઠાણ રહે. કડોદરા, નરેશકુમાર જેઠાલાલ મોદી રહે. સુરત, નામદેવ મધુકર ખેરનાર, રહે. ચલથાણ, અશોકભાઈ નરસિંહભાઈ પટેલ રહે. સુરત, સંજયભાઈ ઉત્તમભાઈ પવાર રહે. ઉંભેળનાઓની ધરપકડ કરી હતી અને જુગારના રોકડા ૯૩૧૬૫ તથા મોટર સાયકલ તથા રિક્ષા તથા મોબાઈલ ફોન નંગ ૧૩ મળી કુલ રૂ.૨,૫૭,૬૬૫ના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



