પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં ઈરાની લીગનો ૯૭મો વાર્ષિક ઉત્સવ યોજાયો

0
10

સાયરસ ઈરાનીનું માણેકજ હટારીઆ ટ્રોફીથી બહુમાન કરાયું
સુરત, તા.૮
પારસી સમાજના દરેક ઉંમરના સભ્યોને છેલ્લા અનેક દશકાઓથી વિવિધ પ્રકારે પ્રોત્સાહિત કરનાર ઈરાન લીગ દ્વારા હાલમાં જ સમાજના પ્રતિષિ્ઠત વ્યક્તિઓની હાજરીમાં ૯૭મો વાર્ષિક સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન એરવદ સી.એ. ઝર્કસીસ દસ્તુર તથા અતિથિ વિશેષ એરવદ અસ્પંદયાર દાદાચાંદજીનો ટૂંકો પરિચય ઈરાન લીગના પ્રમુખ એરવદ વીસ્પી દસ્તુરે આપ્યો હતો.
ઈરાન લીગના ૬૭માં વાર્ષિક સમારંભ દરમિયાન ટ્રસ્ટીઓ સોરાબ ઝવેરી અને સામ ચોકસી, જામે જમશેદના તંત્રી શેરનાઝ એન્જીનિયર, કમાન્ડર અસ્પી માર્કર, કમાન્ડર મેડીઓમા ભાદા, રતામાય પીર, અદી મહેતા, તહેમટન દાવર, સી.એ. જમશેદ જશાવાલા સહિતના પારસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. સિનીયર પોલીસ ઈન્સ્પેક્ટર તથા પ્રેસીડન્ટ્સ પોલીસ મેડલ જીતી ચુકેલા સાયરસ ઈરાનીને પ્રતિષ્ઠિત માણેકજી હટારીઆ ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જ ચાલુ વર્ષે યોજાયેલી પારસી ધાર્મિક ભણતર વગેરેની સ્પર્ધાઓમાં વિજેતા ઉપ વિજેતાની વડેલા સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. પ્રવચન કરનારા મહાનુભાવોએ પારસી સમાજના યુવા વર્ગને ઉજળો ભૂતકાળ ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી કોમનું નામ રોશન કરવા કહ્નાં હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY