કોન્સ્ટેબલનો ભભુકિયો ગુસ્સો, ‘રજા કેમ કેન્સલ કરી, હું મારા મનનો માલિક છું’

0
25

અમદાવાદ,તા.૧૦
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતનાં નેતાઓ અમદાવાદમાં આવવાના હોવાથી પોલીસ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે એક કોન્સ્ટેબલની રજા કેન્સલ કરવામાં આવતા તેનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. ગુસ્સામાં કોન્સ્ટેબલે અધિકારી સામે રોષ ઠાલવ્યો હતો. તેણે ગુસ્સામાં કહ્યું હતું કે મારી રજા કેમ કેન્સલ કરી. હુ મારા મનની મરજીનો માલિક છું થાય તે કરી લે જા તેમ.
આ સાંભળીને અધિકારીએ પણ પાઠ ભણાવવા કોન્સ્ટેબલ સામે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. અમદાવાદમાં તા. ૧૨ના રોજ કોગ્રેસની અધિવેશનમાં દિગ્ગજ નેતાઓ આવવાની હોવાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.
આ સુરક્ષાને તા. ૧૧ના રોજથી એરપોર્ટથી સભા સ્થળ સુધી પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા એક કોન્સ્ટેબલની રજા કેન્સલ કરતા તેઓ અધિકારી સામે રોષે ભરાયા હતા. મારી રજા કેમ કેન્સલ કરી કહીને અધિકારી પાસે જવાબ માંગતા હતા જેથી અધિકારીએ પણ તેમને પાઠ ભણાવવા માટે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY