આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ડેરીમાંથી દૂધના સેમ્પલો લેવાયા

0
11

સુરત, તા.૮
હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝીગ્નેટેડ ઓફિસરની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ અગાઉ સુરત શહેર વિસ્તારમાં અત્રેના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી જુદી જુદી બ્રાંડના દૂધનાં નમૂનાઓ લેવામાં આવેલ. જે પૈકી નીચે જણાવેલ નમૂનાઓ ધારાધોરણ મુજબ ન માલુમ પડેલ હોય. જેથી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દૂધના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં દેવ ડેરી , લીંબાયત, વૈભવી મિલ્ક , કતારગામ, શુકલા ડેરી, ચામુંડા કિરાણા સ્ટોર્સ, વિજયકુમાર રૈયાભાઈ રાનાણીનો દુધ ડેપો, સમર્થ સાંઈ સેલ્સ એજન્સી અને ચોર્યાસી તાલુકા દૂધ વેચાણ કરનારી સહકારી મંડળીમાંથી પણ દૂધના સેમ્પલો ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY