કડોદરા, તા.૧૬
પલસાણા તાલુકાના ચલથાણમાં ૭૦ વર્ષના એક વૃદ્ધનો દાદર પરથી પગ લપસી જતા નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચલથાણ ખાતે આનંદનગરમાં રહેતાં કિશોરભાઈ બાબુભાઈ મિસ્ત્રી ઉ.વ.૭૦ નામના વૃદ્ધ ગઈકાલે સાડા દસ વાગ્યાના અરસામાં ઘરના ટેરેસ પર સુવા માટે જતા હોય ત્યારે અકસ્માતે દાદર પરથી તેમનો પગ લપસી જતા નીચે પટકાયા હતા. જેથી તેમને સુરતની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


