પીસી એન્ડ પીએનડીટી કમિટીની બેઠક મળી

0
5

વલસાડ, તા.૧૮
વલસાડ જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે એડવાઇઝરી કમિટિની બેઠક ચેરપર્સન સરલાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે મળી હતી. આ બેઠકમાં રીન્યુઅલ માટે આવેલી બે અરજીઑને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ જમા થતી રજિસ્ટ્રેશન ફી તેમજ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ના ક્રોસ વેરીફિકેશનની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ બી.પટેલ સહિત કમિટિ સભ્યો હાજર રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY