ઉભેલી ટ્રક સાથે બાઈક અથડાતા ચાલકનું મોત

0
31

કડોદરા, તા.૧૬
કામરેજમાં ધોરણ પારડી ગામની સીમમાં હાઈવે પર એક મોટર સાયકલ ઉભેલી ટ્રક સાથે ભટકાતા મોટર સાયકલ સવાર અજાણ્યા ઈજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ પારડી ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતાં હાઈવે પર એક અજાણ્યા યુવાન જીજે-૧૯-એસ-૩૩૪૦ નંબરની મોટર સાયકલ પર સવાર થઈ જઈ રહ્ના હતો. દરમિયાન હાઈવે પર જીજે-૩-વાય-૮૫૦૬ નંબરની ટ્રક ઊભી હતી. ત્યારે તેની સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં મોટર સાઈકલ ચાલકનું શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અજાણ્યા વ્યક્તિની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY