કાશ્મીરી યુવકોને આતંકી બનાવી પાકિસ્તાન ટ્રેનિંગ માટે મોકલતો ડેપ્યુટી જેલર ઝડપાયો

0
12

શ્રીનગર,તા.૨૯
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજંસી (એનઆઈએ)એ કાશ્મીરી યુવકોને આતંકવાદી બનાવવાના આરોપમાં જમ્મૂ-કાશ્મીર જેલ વિભાગના ડેપ્યુટી જેલરની ધરપકડ કરવામાં આવી છે. જેલર પર આરોપ છે કે, તે સ્થાનીય યુવકોને આતંકી સંગઠનોમાં શામેલ અક્રી તેમને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી કેમ્પોમાં ટ્રેનિંગ માટે મોકલતો હતો. આ મામલે આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના પણ એક આતંકીને પણ ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપી ડેપ્યુટી જેલર ફિરોજ અહમત લોન છેલ્લા ૫ મહિનાથી જમ્મૂપની અમ્બફલા જેલમાં ફરજ બજાવી રહ્યો છે. આ પહેલા તે શ્રીનગર સેંટ્રલ જેલમાં તૈનાત હતો. જ્યારે ઝડપી પાડવામાં આવેલા આતંકી ઈસહાક પાલા છેલા કેટલાક મહિનાથી શ્રીનગર જેલમાં બંધ છે. બંને પર આરોપ છે કે, તે જેલમાં બંધ આતંકી કમાંડરો સાથે સાંઠગાંઠ કરી સ્થાનિક યુવકોને આતંકવાદીઓ બનાવવા ઉશ્કેરતા હતાં. દ્ગૈંછની સ્પેશિયલ કોર્ટે ડેપ્યુટી જેલરને ૧૦ દિવસ અને આતંકવાદીને ૬ દિવસના રિમાંડ પર મોકલી આપવામાં આવ્યો છે.
દેશમાં આતંકી અને નક્સલવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપવા નક્સલવાદીઓ હવે જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે જાડાણ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં આ બાબતનો પણ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુંસાર નક્સલ સમર્થિત સમૂહ તેનું ષડયંત્ર રચી રહ્યાં છે. આ સમૂહ કાશ્મીરમાં પોતાના નેટકવર્કને વધારે મજબુત કરી રહ્યાં છે.
સુરક્ષા એજંસીઓના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, નક્સલ સમર્થિત સમુહોના ૧૫ સભ્યોએ આ વર્ષે જ મે મહિનામાં કાશ્મીરના અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમાં અનંતનાગ, બારામૂલા, બડગામ, કુપવાડા અને શોપિંયા જેવા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. નક્સલ સમર્થિત સમુહોએ આતંકીઓના એ કેસની પણ યાદી તૈયાર કરી છે, જે અનેક વર્ષોથી પડતર છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY