દીપિકા-રણવીર વિદેશમાં નહિ ભારતમાં જ લગ્ન કરશે…!!?

0
17

મુંબઈ,તા.૮
દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નની અટકળો છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે. બંને ઇટલી અથવા સ્વિટ્‌ઝર્લેન્ડમાં પરણશે એવી ચર્ચા છે. જાકે, ગ્રીસ અંગે પણ તેઓ વિચારણા કરી રહ્યા હોવાની અટકળો હતી. તેમના પરિવારે લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની પણ ચર્ચા છે. તેવામાં હવે એક નવો ખુલાસો થયો છે તે અનુસાર દીપિકા અને રણવીર વિદેશમાં નહીં, પરંતુ દેશમાં જ લગ્ન કરશે. બંને હિન્દુસ્તાની હોવાથી દેસી સ્ટાઇલમાં જ લગ્ન કરવા ઇચ્છે છે.
એટલું જ નહીં લગ્ન અને હનીમૂન માટે સમય ફાળવી શકે તે માટે બંને એ ફિલ્મ સાઇન કરવાનું બંધ કરી દીધું છે. તેમ જ રણવીર તેની આગામી ફિલ્મ ‘ગલી બાય’ અને ‘સિમ્બા’નું શૂટિંગ જેમ બને તેમ જલદીથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ત્યારબાદ લગ્ન માટે બ્રેક લેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY