શ્રીનગર,તા.૭
ઉત્તર કાશ્મીરના ગુરેજમાં સેનાએ મંગળવારે ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા બે આતંકીઓને ઠાર કરી દીધા છે. જાકે આ દરમિયાન સેનાના એક મેજર અને ત્રણ જવાન શહીદ થયા છે.
મળતી માહિતી મુજબ, મોડી રાતથી જ અનેક આતંકવાદી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તે સમયે આતંકીઓ અને જવાનો વચ્ચે એન્કાઉન્ટર થયું. શહીદ જવાનોમાં સેનાના એક મેજર પણ સામેલ છે. આ દરમિયાન સેના અને આતંકી વચ્ચે મોટાપાયે ફાયરિંગ થયું.
પાકિસ્તાને ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સોમવારે મોડી રાતે નોર્થ કાશ્મીરના બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન તરફથી અહીં મોર્ટાર પણ છોડવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવાર રાતથી જ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને જે હજી સુધી ચાલી રહ્યુ્ં છે. ૨૦૦૩ની સમજૂતી પછી પહેલીવાર પાકિસ્તાને આ વિસ્તાર મોર્ટારથી હુમલો કર્યો છે. જાકે ભારતની સેના તરફથી પણ તેમને તે ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો છે.
આર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે કરવામાં આવી રહી છે. પાકિસ્તાનનો પ્રયત્ન છે કે તેઓ ગોળીબાર કરીને ભારતીય સેનાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે જેથી આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરી શકે.
નોંધનીય છે કે, પાકિસ્તાન તરફથી આ વર્ષે પણ ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મે મહિનામાં જ પાકિસ્તાને ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારપછી પાકિસ્તાને જાતે અપીલ કરીને તેને રોકવાની વાત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



