સિલોનીબેન દેસાઈએ શ્રમણ જીવનનો ઉમંગથી સ્વીકાર કર્યો

0
9

શાશ્વત સુખ ભોગમાં નહીં પણ ત્યાગમાં છે : પૂ. જિનચંદ્ર સાગરજી
સુરત, તા.૨૭
શાશ્વત સુખ ભોગમાં નથી ત્યાગમાં છે. પ્રભુ મહાવીરે સનાતન સુખ પામવાનો રાજમાર્ગ બતાવ્યો છે. સર્વ વિરતિ આ કલિકાલમાં ભૌતિકવાદની ચકાચૌîધમાં અંજાત્યા વગર આ સુખને પામવાને બાલથી લઈને વૃદ્ધ બધા જ આ માર્ગે ચાલી રહ્ના છે. ઉચ્ચ શિક્ષિત, ઉચ્ચ કુલ, સમૃદ્ધિ બધુ જ પામ્યા પછી પણ પ્રભુ મહાવીરનો પંથે આજે મોટી સંખ્યામાં યુવાનો જઈ રહ્ના છીએ. એજ કડીમાં આજે સિલોની બેન નિરચલભાઈ દેસાઈએ ધૂમધામથી ચતુર્વિધ સંઘની સમક્ષ શ્રમણ જીવનને ઉલ્લાસ અને ઉમંગથી સ્વીકાર કર્યો.
જીવન ભારતી વિદ્યાલયમાં અરિહંત વાસુપૂજ્ય જૈન સંઘના આંગણે સંયમ સંગ પણ મહોત્સવે અંતર્ગત આગમો દ્વારક વાટિકામાં આજે સવારે ૯ વાગે દીક્ષા વિધિ પ્રારંભ થઈ. આખો મંડપ હકડેઠઠ ભરાયો હતો. આગમો દ્વારક સમુદાયવર્તી અયોધ્યાપુરમ તીર્થ પ્રેરક પ.પૂ. જિનચંદ્ર સાગરસૂરીશ્વરજી મ.સા. આદિ સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં દીક્ષા વિધિ થઈ. આ અવસરે અદાણી સમૂહના ગૌતમભાઈ અદાણી વિશેષ રૂપે ઉપસ્થિત હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY