આરએસએસમાં મહિલાઓ નથી માટે મોદી દુષ્કર્મ અંગે કંઈ બોલતા નથી : રાહુલ ગાંધી

0
23

ન્યુ દિલ્હી,તા.૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર બળાત્કારને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, આરએસએસમાં એક પણ મહિલા નથી, કારણ કે તે સંગઠનના દરવાજાઓ મહિલાઓ માટે બંધ છે.
વડાપ્રધાન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અનેક મુદ્દાઓ પર બોલે છે, પરંતુ બળાત્કારની ઘટનાઓ પર ચુપ કેમ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન પર બોલે છે, પરંતુ બળાત્કાર પર નહીં. બિહારના મુઝફ્ફરપુર મહિલા ગૃહ કાંડનો મુદ્દો પણ છંછેડતા આ મામલે વડાપ્રધાનના મૌન પર સવાલો દાગ્યાં હતાં. સાથે જ તેમણે ઉત્તર પ્રદેશની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભાજપ એમએલએથી બેટિઓ
આભાર – નિહારીકા રવિયા બચાવવાની છે.
દિલ્હીના તાલકટોરા ઈંડોર સ્ટેડિયમમાં મહિલા કોંગ્રેસ દ્વારા આયોજીત ‘મહિલા અધિકાર સમ્મેલન’ને સંબોધિત કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે ૪ વર્ષમાં મહિલાઓ વિરૂદ્ધ જે કર્યું છે, તે ૭૦ વર્ષ તો છોડો, આ દેશના ૩૦૦૦ વર્ષના ઈતિહાસમાં નથી થયું. તેઓ માત્ર મોટી મોટી વાતો જ કરે છે. કોંગ્રેસ પાર્ટીએ સદનમાં મહિલા અનામતનું ખુલુ સમર્થન આપ્યું.
કોંગ્રેસ અધ્યક્ષે મહિલા શસક્તિકરણ મુદ્દે કોંગ્રેસના યોગદાન વિષે જણાવ્યું હ્‌તું કે, દેશના અનેક સંગઠનો પાસે ઝંડા છે, લોકો છે પરંતુ કોંગ્રેસ પાસે શક્તિ તો છે પરંતુ ઝંડો નથી. પરંતુ હવેથી મહિલા કોંગ્રેસનો ઝંડો પણ આખા દેશમાં જાવાઈ મળશે. આવનાર સમયમાં ભારતની મહિલાઓ માટે કોંગ્રેસ પાર્ટી લગભગ ૫૦ ટકા અનામત આપવાનું અમારૂ લક્ષ્ય છે.
તેમણે કહ્યું હ્‌તું કે, દેશના જા મહિલાઓની વસ્તી ૫૦ ટકા છે તો પછી સંગઠનમાં પણ ૫૦ ટકા મહિલાઓને સ્થાન મળવું જાઈએ. તેથી અમારો લક્ષ્યાંક મહિલાઓને દરેક સ્તરે નેતૃત્વમાં શામેલ કરવાનું છે.
ઉપરાંત આજે વધુ એકવાર રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર મહિલાઓના મુદ્દે જ નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, આરએસએસમાં મહિલાઓ માટે દરવાજાઓ બંધ છે. અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં મહિલાઓ પર વધી રહેલા બળાત્કાર મામલે મૌન છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ રાહુલ ગાંધી આરએસએસમાં એકપણ મહિલા ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સણસણતો જવાબ આપ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY